<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

અસંતુષ્‍ઠ આત્‍માઓનો દરિયો છે રાજકારણ : દરેકને ઉંચા પદની લાલસા

નાગપુરમાં એક કાર્યક્રમ દરમ્‍યાન કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીનું મહત્‍વનું નિવેદન : રાજકારણમાં દરેક વ્‍યકિત દુઃખી છે કારણ કે દરેકને જે પદ પર છે તેનાથી ઉંચુ પદ જોઇએ છેઃ કોર્પોરેટર દુઃખી છે કે તેને ધારાસભ્‍ય બનવાની તક ન મળી અને ધારાસભ્‍ય એટલે દુઃખી છે કે તેને મંત્રીપદ ન મળ્‍યું : મંત્રીને મુખ્‍યમંત્રીને પદ નથી મળ્‍યું તેથી તે ઉદાસ છે : મુખ્‍યમંત્રીને સદાય ટેન્‍શન હોય છે કે હાઇકમાન્‍ડ કયારે ખુરશી છોડવાનું કહેશે

નાગપુર, તા.૩: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્‍યાને ૧૦ દિવસ થઈ ગયા છે, તે પછી પણ હજુ સુધી મુખ્‍યમંત્રીનો ચહેરો સ્‍પષ્ટ થયો નથી. ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્‍બરે યોજાશે. તે મુજબ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનની ચર્ચા થઈ રહી છે. તેમણે રાજકારણને અસંતુષ્ટ આત્‍માઓનો સમુદ્ર ગણાવ્‍યો હતો. તેમણે કહ્‍યું કે અહીં દરેક વ્‍યક્‍તિ નાખુશ છે અને પોતાના હાલના પદ કરતાં ઊંચા પદની ઈચ્‍છા રાખે છે.

કેન્‍દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં ૫૦ ગોલ્‍ડન રૂલ્‍સ ઑફ લાઇફ પુસ્‍તકના વિમોચન પ્રસંગે કહ્‍યું હતું કે જીવન એ સમાધાન, મજબૂરી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. ગડકરીએ કહ્‍યું કે જો કોઈ વ્‍યક્‍તિ પારિવારિક, સામાજિક, રાજકીય કે કોર્પોરેટમાં હોય તો તેનું જીવન પડકારોથી ભરેલું હોય છે.

રાજસ્‍થાનમાં આયોજિત કાર્યક્રમને યાદ કરતા નીતિન ગડકરીએ કહ્‍યું કે રાજકારણ અસંતુષ્ટ આત્‍માઓનો દરિયો છે, જ્‍યાં દરેક જણ નાખુશ છે. જે કાઉન્‍સિલર બને છે તે દુઃખી છે કે તેને ધારાસભ્‍ય બનવાની તક મળી નથી. એક ધારાસભ્‍ય મંત્રી પદ ન મળવાથી દુઃખી છે.

તેમણે વધુમાં કહ્‍યું, ઙ્કએક મંત્રી નાખુશ છે કારણ કે તેને સારો વિભાગ નથી મળ્‍યો અને તે મુખ્‍યમંત્રી બની શકયો નથી. મુખ્‍યપ્રધાન તણાવમાં છે કારણ કે તેમને ખબર નથી કે હાઈકમાન્‍ડ કયારે તેમને પદ છોડવાનું કહેશે.

અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિકસનની આત્‍મકથામાં વાંચેલા એક વાકયને યાદ કરીને તેમણે કહ્‍યું હતું કે ‘માણસ જ્‍યારે પરાજ્‍ય પામે છે ત્‍યારે તે સમાપ્‍ત થતો નથી, જ્‍યારે તે બધું છોડી દે છે ત્‍યારે તે સમાપ્‍ત થાય છે.'

દેશના રોડ ટ્રાન્‍સપોર્ટ ઍન્‍ડ હાઇવેઝ મિનિસ્‍ટર નીતિન ગડકરીએ ત્‍યાર બાદ કહ્‍યું હતું કે આ વાકય તેમણે પોતાના રાજકીય જીવનમાં બરાબર યાદ રાખ્‍યું છે.

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમ અને નીતિન ગડકરીના નિવેદને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ જગાવી છે. સીએમ ચહેરાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્‍ચે ગડકરીના આ નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્‍યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને ૧૦ દિવસ થઈ ગયા છે, પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર બની શકી નથી. ભાજપ તરફથી દેવેન્‍દ્ર ફડણવીસ મુખ્‍યમંત્રી બનશે તે લગભગ નિશ્‍ચિત છે, પરંતુ હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના નિરીક્ષકો આજે મહારાષ્ટ્ર પહોંચી રહ્‍યા છે, તેઓ આવતીકાલે ભાજપ ધારાસભ્‍ય દળની બેઠક બાદ નામની જાહેરાત કરશે.

(10:44 AM IST)