<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

“૨૦૪૭ સુધી દેશમાં ઉર્જાની અછત નહીં રહે”: કેન્દ્રીયમંત્રી મનોહરલાલ

ઊર્જાના માધ્યમથી જ ઉદ્યોગોનો વિસ્તાર થશે, નવા રોજગારની તકો ઊભી થશે

કુરુક્ષેત્ર: કેન્દ્રીય ઉર્જા, આવાસીય, શહેરી વિકાસ કેબિનેટ મંત્રી મનોહરલાલે (રવિવારે) અંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ-૨૦૨૪ માં (બ્રહ્મસરોવર ખાતે) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૪૭ સુધી રાષ્ટ્રને વિકસિત બનાવવાનો રોડ- મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડ મેપ મુજબ વર્ષ-૨૦૪૭ સુધી દેશની અર્થ વ્યવસ્થા મજબૂત થશે. આ દેશની અર્થવ્યવસ્થાની મજબૂતીમાં ઊર્જાનું મહત્વપૂર્ણ યોગદાન હશે, કારણ કે ઊર્જાના માધ્યમથી જ ઉદ્યોગોનો વિસ્તાર થશે, નવા રોજગારની તકો ઊભી થશે તથા દેશના નાગરિકોને તમામ સુવિધાઓ મેળવી શકશે. એટલા માટે વર્ષ-૨૦૪૭ સુધી ઊર્જાની આપૂર્તિ ને માટે કેન્દ્ર સરકાર યોજનાઓ તૈયાર કરી રહી છે.તેનાથી પ્રદેશ વિકાસનો માર્ગ આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે.

(12:08 AM IST)