News of Monday, 2nd December 2024
કેન્દ્ર સરકારને ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પાસેથી અનુક્રમે રૂ. ૪૪૪૫ કરોડ અને રૂ. ૨૭૬ કરોડ ડિવિડન્ડ સ્વરૂપે પ્રાપ્ત થયા

કેન્દ્રની ભાજપ શાસિત એનડીએ મોરચાની સરકારને ઓએનજીસી લિમિટેડ અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પાસેથી અનુક્રમે લગભગ રૂ. ૪૪૪૫ કરોડ અને રૂ. ૨૭૬ કરોડ ડિવિડન્ડ સ્વરૂપે પ્રાપ્ત થયા છે.
સરકારી ઓઇલ કંપની ઓએનજીસીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે શેર દીઠ રૂ. ૬ ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. સરકારને આ ડિવિડન્ડ ચૂકવણીમાંથી રૂ. ૪૪૪૫ કરોડ મળ્યા, કારણ કે કેન્સદ્રa રકાર ઓએનજીસીમાં ૫૮.૮૯% ઇક્વિટી હિસ્સો ધરાવે છે.
જ્યારે નેશનલ ઓઇલ કંપની "ઓઈલ ઈન્ડિયા"એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે શેર દીઠ રૂ. ૩ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. ડિવિડન્ડ પેટે કેન્દ્રને રૂ. ૨૭૬ કરોડ આગામી ૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
