News of Monday, 2nd December 2024
આર્થિક વિટંબણાઓને પહોંચી વળવા ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ અને સિસ્કો સહિતની કંપનીઓ આ વર્ષે ૧,૫૦,૦૦૦ કામદારોને છુટા કરશે

આ વર્ષે જ, ૨૦૨૪માં, ટેસ્લા, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ અને સિસ્કો સહિતની મોટી ટેક કંપનીઓમાં લગભગ ૧,૫૦,૦૦૦ કામદારો છટણીનો ભોગ બનશે.
કારણ કે આ દિગ્ગજ કંપનીઓ પોતાના માળખાની પુનઃરચના કરી રહ્યા છે અને હાલની સર્જાયેલ પડકારરૂપ આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે
૨૦૨૫ સુધીમાં ૧૦ બિલિયન ડોલર બચાવવાની લ્હાયમાં, ઇન્ટેલે તેના કર્મચારીઓની સંખ્યામાં જંગી ઘટાડાની જાહેરાત કરી, ૧૫૦૦૦ નોકરીઓ અથવા તેના કુલ સ્ટાફના ૧૬ ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. આ કંપની નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહી છે, આ ચિપ-મેકિંગ જાયન્ટ બજારની મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે તેની નાણાકીય સ્થિતિ સુધારવાના નોંધપાત્ર પ્રયાસમાં આર એન્ડ ડી, માર્કેટિંગ અને મૂડી ખર્ચમાં ઘટાડો કરી રહી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
