તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 2nd December 2024
મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહની તૈયારી :લાડકી બહેનો માટે રેડ કાર્પેટ: 22 રાજ્યોના સીએમ આવશે
નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 40 હજાર લોકો હાજર રહેવાની શક્યતા

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહની જોરદાર તૈયારીઓ આઝાદ મેદાનમાં ચાલી રહી છે. આ શપથ સમારોહ માટે લાડકી બહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આઝાદ મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી હાજર રહેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ હાજરી આપશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 22 રાજ્યોના મુખ્યપ્રધાનો પણ મુંબઈ આવશે. ખાસ વાત એ છે કે આ પ્રસંગ માટે લાડકી બહેનોને રેડ કાર્પેટ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં લાડકી બહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 40 હજાર લોકો હાજર રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
