તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ અકસ્માતના મૃતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
વિવિધ અકસ્માતમાં ૧૯ લોકોનાં મોત નિપજતા પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂ. ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી

રાજકોટ તા.૧
થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની હતી અને તે દુઃખદ ઘટનામાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ સિવાય સેલવાસ નજીક અકસ્માતમાં સુરતના ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા.
વિવિધ અકસ્માતમાં આ પ્રમાણે ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા પ્રવીણભાઈ તન્ના અને તેમના સાથીદારો દ્વારા આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે અને એ જ પ્રમાણે નવસારી સ્થિત રામકથાના શ્રોતા શ્રી પરગનેશ પટેલ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
