<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

સાબરમતી જેલમાં બંધ હોવા છતાં લોરેન્સ બિશ્નોઇ કંઇ રીતે ગેંગ ઓપરેટ કરે છે, કેજરીવાલનો વેધક સવાલ

નવી દિલ્‍હીઃ રાજધાની દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર માલવીય નગરમાં પદયાત્રા દરમિયાન પ્રવાહી ફેંકવામાં આવ્યું હતું. આ દરમિયાન કેજરીવાલની સુરક્ષામાં હાજર સુરક્ષાકર્મીઓએ હુમલાખોરનીઅટકાયત કરી હતી. જોકે, આ પહેલા કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે,દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેંગવોર વકરી રહ્યો છે. વિવિધ ટોળકીઓ એકબીજા પર ખૂની હુમલા કરે છે અને કોઇપણ ડર વગર ખંડણીનું રેકેટ ચલાવે છે.

આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને સવાલ પૂછ્યો છે કે, લોરેન્સ બિશ્નોઇ ગુજરાતની જેલમાં બંધ હોવા છતાં કંઇ રીતે ગેંગ ઓપરેટ કરે છે. વિશ્વ આખામાં દિલ્હીની ઓળખ ગેંગ કેપિટલ તરીકે થાય છે એ શરમની વાત છે. લોરેન્સ બિશ્નોઇ અહીંથી કઇ રીતે વિશ્વના બીજા દેશોમાં પણ હત્યાઓ કરાવે છે એની તપાસ પણ ભાજપ સરકાર કરતી નથી. દિલ્હીમાં આ રીતે ગેંગસ્ટર ખુલ્લેઆમ ફરી રહ્યા હોય તો દિલ્હીમાં કામકાજ કરવા માટે બહારથી લોકો કઇ રીતે આવશે.

(12:36 PM IST)