તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
શેરબજાર ડિસેમ્બરમાં 10 દિવસ બંધ રહેશેઃ જાણો રજાની તારીખો

મુંબઇઃ રવિવાર એટલે કે 1લી ડિસેમ્બરથી નવો મહિનો શરૂ થઈ ગયો છે. આ નવા મહિનામાં સાપ્તાહિક રજા સિવાય એક દિવસ એવો પણ છે જ્યારે શેરબજારમાં કોઈ કામકાજ નહીં થાય. ચાલો જાણીએ કે એવો કયો દિવસ છે જ્યારે રોકાણકારો વેપાર કરી શકશે નહીં.
જો આપણે શેરબજારની રજાઓના કેલેન્ડર પર નજર કરીએ તો, 25 ડિસેમ્બર ના રોજ નાતાલના અવસર પર શેરબજારમાં કોઈ વેપાર થશે નહીં. આ તારીખ બુધવાર છે. આ સિવાય ડિસેમ્બર મહિનામાં શનિવાર અને રવિવારે ભારતીય શેરબજાર બંધ રહેશે. ડિસેમ્બર 2024ના કેલેન્ડર પર નજર કરીએ તો, મહિનાની 7મી, 14મી, 21મી અને 28મી તારીખે આવતા ચાર શનિવાર હશે અને મહિનાની 1લી, 8મી, 15મી, 22મી અને 29મી તારીખે આવતા પાંચ રવિવાર હશે. જો આપણે ડિસેમ્બર 2024માં આવતી શેરબજારની રજાનો સમાવેશ કરીએ, તો BSE અને NSE પરની ટ્રેડિંગ પ્રવૃત્તિ ડિસેમ્બર 2024માં 31 માંથી 10 દિવસ માટે બંધ રહેશે. ડિસેમ્બર 2024માં ફક્ત 21 ટ્રેડિંગ થશે. .
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
