News of Sunday, 1st December 2024
દેશના ચાર મુખ્ય મહાનગરોમાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારોઃ ધંધાર્થીઓને મોંઘવારીનો વધુ એક માર
સતત પાંચ મહિનાથી વધી રહ્યા છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ

નવી દિલ્હીઃ આજથી નવો મહિનો શરૂ થયો છે અને ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ મોંઘા થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને આ અંતર્ગત ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે અને સામાન્ય એલપીજી એટલે કે 14.2 કિલોના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા દરો આજે 1 ડિસેમ્બર, 2024થી દેશભરમાં લાગુ થઈ ગયા છે.
દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1818.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે સિલિન્ડર દીઠ 1771 રૂપિયા થઈ ગયો છે.
ચેન્નઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1980.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 15.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1927 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે આવી ગયો છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઓગસ્ટથી સતત વધી રહ્યા છે અને ડિસેમ્બર સહિત સતત પાંચ મહિના થઈ ગયા જ્યારે 19 કિલો ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
1 નવેમ્બરથી ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 62 રૂપિયાનો વધારો કર્યો હતો, જે દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર રૂ. 1802 પર પહોંચી ગયો હતો. ઓક્ટોબરમાં કોમર્શિયલ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 48.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
