News of Sunday, 1st December 2024
ટ્રમ્પે તેના વિશ્વાસુ સાથીદાર, મૂળ ગુજરાતી કાશ પટેલને એફબીઆઈ - ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર બનાવ્યા

અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલને એફબીઆઈ - ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર બનાવ્યા છે. તેઓ ટ્રમ્પની ખૂબ નજીક મનાય છે. કાશ પટેલ ૨૦૧૭માં ગૃહની સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા હતા.
આ નિર્ણય દર્શાવે છે કે ટ્રમ્પ તેમના સંભવિત વિરોધીઓ સામે બદલો લેવા માગે છે. તેઓ વર્ષોથી ચાલતી ફેડરલ તપાસથી નારાજ છે.
૪૪ વર્ષીય કાશ-કશ્યપ પ્રમોદભાઈ પટેલનો જન્મ ન્યૂયોર્કમાં થયો, જ્યારે પરિવાર વડોદરાનો વતની છે
ટ્રમ્પે શનિવારે રાત્રે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "કશ્યપ (કાશ) પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે. કાશ એક તેજસ્વી વકીલ, ઈન્વેસ્ટિગેટર અને 'અમેરિકા ફર્સ્ટ'ના લડવૈયા છે. જેમણે પોતાની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
