તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપમાંથી જ બનશે :મહાયુતિના અન્ય બે પાર્ટીમાંથી બે નાયબ મુખ્યમંત્રી હશે : અજિત પવાર
'કોણ બનશે મુખ્યમંત્રી?' શપથ ગ્રહણ પહેલા અજીત પવારે આપ્યો જવાબ:નવી સરકારની ફોર્મુલાનો પણ કર્યો ખુલાસો

મુંબઈ :મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાને એક સપ્તાહ થઈ ગયું હોવા છતાં મુખ્યમંત્રીને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે. એવામાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અજીત પવારે આજે નવી સરકારની ફોર્મુલાનો ખુલાસો કરી દીધો છે. આ સાથે જ સ્પષ્ટતા કરી દીધી કે, આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી જ બનશે.
અજીત પવાર 95 વર્ષીય સામાજીક કાર્યકર્તા ડો. બાબા અધવને મળવા પૂના પહોંચ્યા હતા. જેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં EVMના ઉપયોગ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતુ. આ સમયે અજીત પવારને મુખ્યમંત્રી વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપમાંથી જ બનશે. જ્યારે મહાયુતિના અન્ય બે પાર્ટીમાંથી બે નાયબ મુખ્યમંત્રી બનશે.
આ પહેલી વખત નથી જ્યારે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ નવી સરકારની રચનામાં આટલો વિલંબ થઈ રહ્યો હોય. અગાઉ 1999માં પણ નવી સરકાર બનવામાં ચૂંટણી પરિણામ પછી 1 મહિનાનો સમય થયો જ હતો.
અગાઉ મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે, આગામી 5 ડિસેમ્બરના રોજ PM મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહયુતિ પ્રચંડ વિજય સાથે સત્તાના સિંહાસન પર બેસવા જઈ રહી છે. જેમાં સામેલ ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેના 57 અને અજીત પવારની આગેવાનીમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીએ 41 બેઠકો પર જીત મેળવી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
