તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 30th November 2024
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની પઠાણી ઉઘરાણી મામલે ધરપકડ
નરેશ બાલિયાન અને ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફ નન્દૂના કથિત વાઈરલ ઓડિયો મામલે પોલીસ પૂછપરછ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જો કે, એક વર્ષ જૂના કથિત એક્સટૉર્શન કેસમાં પોલીસે પહેલા તેમને કસ્ટડીમાં લીધા હતા, પરંતુ બાદમાં ધરપકડ કરી લેવાઈ. નરેશ બાલિયાન અને ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફ નન્દૂના કથિત વાઈરલ ઓડિયો મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની પઠાણી ઉઘરાણી મામલે ધરપકડ કરી હતી. તપાસમાં બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન વચ્ચે વાતચીતનો એક કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. કથિત રીતે વાતચીતમાં વેપારીઓ પાસેથી ખંડણીની રકમ વસૂલવા અંગે ચર્ચા થઈ હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
કપિલ સાંગવાન ઉર્ફ નન્દૂ એક કુખ્યાત ગેંગસ્ટર છે, તે હાલ UKમાં હાજર છે, કપિલ દિલ્હીના નજફગઢનો રહેવાસી છે, તેમના વિરૂદ્ધ 20થી વધુ કેસ દાખલ છે. હરિયાણાના નફે સિંહ હત્યાકાંડમાં કપિલ સાંગવાન માસ્ટરમાઇન્ડ છે. એટલું જ નહીં, કપિલ સાંગવાન ભાજપ નેતા સુરેન્દ્ર મટિયાલા હત્યાકાંડમાં પણ માસ્ટરમાઇન્ડ છે. નન્દૂ છેલ્લા 5 વર્ષથી UKમાં હાજર છે. આ પહેલા તે દિલ્હીની જેલમાં કેદ હતો.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
