<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

સ્ટોકિસ્ટોની વેચાવલીને પગલે ચાંદીમાં જોરદાર કડાકો : દિલ્હીમાં 4900 રૂપિયાનું ગાબડું: સોનામાં મિશ્ર માહોલ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર: સોનાનો ઔંસદીઠ ભાવ 2,641.66 ડોલર જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 30.29 ડોલર રહ્યો

નવી દિલ્હી :સોના અને ચાંદીના ભાવમાં ફરી વખત ઘટાડો થયો છે. સ્ટોકિસ્ટો તથા છૂટક વિક્રેતાઓ દ્વારા વેચવાલી કરવામાં આવતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં રૂપિયા 4,900 ઘટાડો થયો છે અને તે રૂપિયા 90,900 પર પહોંચી છે.

જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ રૂપિયા 100 તૂટી રૂપિયા 78,700 થયા છે. જ્યારે સોનુ (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 78,300 રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર રહ્યા છે. સોનાનો ઔંસદીઠ ભાવ 2,641.66 ડોલર જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 30.29 ડોલર રહ્યો છે.

અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2000 ગગડીને રૂપિયા 88,000 જ્યારે સોનુ (99.9) રૂપિયા 200 વધી રૂપિયા 79,000 જ્યારે સોનુ (99.5) રૂપિયા 200 વધી રૂપિયા 78,800 રહ્યા હતા.

(12:47 AM IST)