<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

યોગી સરકાર મહાકુંભમાં વીઆઈપી કેમ્પ બનાવશે

મળાના ક્ષેત્રમાં સંતોને માટે ૭ અખાડાના ઘેરા બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે ૯ પોલીસ સ્ટેશન અને ૫ પોલીસ ચોકીઓનું નિર્માણ

લખનૌ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી વર્ષ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ મહાકુંભમાં મેળાના સ્થળ પર અરૈલ ઘાટ પર બનાવવામાં આવી રહેલ વીઆઇપી અતિવિશિષ્ટ ૯ કેમ્પો (જેમાં રાજમહેલ જેવી સુખ-સુવિધા વાળા) તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે દેશ-વિદેશથી આવનારા શ્રદ્ધાળુને માટે આ કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં ૧૪x૨૮ ફુટનો આકર્ષક રૂમ, જેમાં જરૂરત મુજબની દરેક વ્યવસ્થા હશે. તે ઉપરાંત મળાના ક્ષેત્રમાં સંતોને માટે ૭ અખાડાના ઘેરા બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે ૯ પોલીસ સ્ટેશન અને ૫ પોલીસ ચોકીઓનું નિર્માણ કામ અંતિમ તબક્કામાં છે.

    આ વખતે મહાકુંભમાં સંત-મહાત્માની સાથે જ દેશ-વિદેશના ૪૫ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવી પહોંચશે એવું અનુમાન છે. મેળાના પ્રવેશ દ્વાર પર જ અદભુત નજારો જોવા મળશે. અહીં ઠેર-ઠેર ૧૦૦ ફૂટ લાંબા પ્રવેશ દ્વાર બનાવવાની યોજના છે, જે પોતાની સાંસ્કૃતિક વિરાસતના જીવંત દ્રશ્ય પ્રસ્તુત કરશે. તેની સાથે જ વીઆઈપી કેમ્ને મહારાજા ટેન્ટની સ્ટાઈલમાં બનાવવામાં આવી રહ્યા છે. જે પર્યટકોને માટે સારું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

(11:03 PM IST)