News of Thursday, 28th November 2024
મોંઘવારીમાં સામાન્ય જનતાને મળશે રાહત ? :ફરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાના સંકેત ?
અમેરિકામાં માંગ ઘટી તેના કારણે યુએસએમાં ક્રૂડ ઓઈલ સસ્તું થઈ ગયું વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં મિશ્ર વલણ

નવી દિલ્હી : હાલમાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ અમેરિકાથી આવેલા એક સમાચારની અસર તેના રેટ પર જોવા મળી શકે છે
અમેરિકામાં થેંક્સગિવીંગ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પહેલા આજે સવારથી જ ક્રૂડ ઓઈલના ભાવમાં હલચલ જોવા મળી રહી છે. અમેરિકામાં આજે સવારે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે અને ત્યારબાદ ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને અંદાજો અચાનક બદલાતા જોવા મળી રહ્યા છે.
વૈશ્વિક બજારના નિષ્ણાતોએ આગાહી કરી હતી કે અમેરિકામાં થેંક્સગિવીંગના અવસર પર ક્રૂડ ઓઈલનો ભંડાર ઓછો રહેશે કારણ કે મોસમી અને તહેવારોની માંગ વધુ જોવા મળશે. જો કે આવું ન થયું અને હાલમાં અમેરિકામાં માંગ ઘટી છે. તેના કારણે યુએસએમાં ક્રૂડ ઓઈલ સસ્તું થઈ ગયું છે અને આ મુશ્કેલીનું કારણ બની શકે છે. વાસ્તવમાં અમેરિકા અને ચીન જેવા તેલનો વપરાશ કરતા દેશોમાં માંગમાં ઘટાડો થયો છે અને ઓપેક+ દેશો તરફથી જાન્યુઆરીમાં સંભવિત ઇંધણ કાપ પર વિચારની ખબર મહત્વપુર્ણ છે.
હાલમાં વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. હાલમાં, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $73.24ના દરે ઉપલબ્ધ છે, જોકે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ એટલે કે ડબલ્યુટીઆઇ ક્રૂડની કિંમત બેરલ દીઠ $70ની નીચે છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ પ્રતિ બેરલ $69.11ના દરે મળી રહ્યુ છે.
અમેરિકાના બજારોમાં ભલે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ જ્યારે પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે છે ત્યારે તેની સારી અસર ભારતમાં જોવા મળી શકે છે. જો કે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી હાલમાં આ અંગે કંઈ કહેવામાં આવી રહ્યું નથી. આપણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર નજર કરીએ તો તે લાંબા સમયથી યથાવત છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
