News of Thursday, 28th November 2024
સરકાર પાંચ વર્ષમાં એક કરોડ ઘર બનાવશે
છેલ્લા ૯ વર્ષોમાં સરકારે ૯૦ લાખ કિફાયતી ઘરોનું નિર્માણ કર્યું

નવીદિલ્હી: આવાસ તેમજ શહેરી કાર્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને મિશન નિદેશક (સૌને માટે આવાસ) કુલદિપ નારાયણે અબૂ ધાબીમાં આયોજિત એક સમ્મેલનને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, “ભારત સરકારનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં એક કરોડ ઘરોનું નિર્માણ કરવાનો છે. છેલ્લા ૯ વર્ષોમાં સરકારે ૯૦ લાખ કિફાયતી ઘરોનું નિર્માણ કર્યું છે, જે અગાઉના દશકમાં બનાવવામાં આવેલ ઘરોની સંખ્યા કરતા ૧૦ ઘણી છે.”
રિયલ એસ્ટેટ કંપનીયોની મુખ્ય નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ (નારેડકો) એ એક નિવેદનમાં ઉપરોક્ત જાણકારી આપી હતી. ભારત અને સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) વચ્ચે સંબંધોને મજબૂત કરવાને માટે આ સમ્મેલન આયોજિત કરવામાં આવ્યું હતું. નિવેદન મુજબ, નારાયણે પોતાના સંબંધોમાં કહ્યું “ભારતમાં જે રીતે ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, તેને જોતા આ દિશામાં હજુ વધું પ્રયાસોની જરૂરત છે. અમારો આર્થિક વૃદ્ધિદર આગામી ૨૦ વર્ષમાં અંશતઃ ૭-૮ ટકા રહેવાનું અનુમાન છે. તેની સાથે પાયાના માળખાને માટે નવા શહેરોનો વિકાસ અને નવોન્મેષી શહેરી નિયોજન મહત્વપૂર્ણ છે.”
નારાયણે કહ્યું “અમારે યૂએઈ જેવા દેશો પાસેથી સર્વોત્તમ રીત-ભાતને અપનાવવાની જરૂરત છે, જેથી અમે પર્યાવરણ-અનુકૂળ, સમાવેશી અને ભવિષ્યને માટે તૈયાર શહેરી પરિવેશ તૈયાર કરી શકીએ.” સમ્મેલનમાં નારેડકોના અધ્યક્ષ જી હરિ બાબુએ કહ્યું “આજે ભારત અને યૂએઈ દુનિયામાં સૌથી સારા મિત્ર છે
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
