<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ ચિન્મય કૃષ્ણ દાસનું સમર્થન કર્યું: કહ્યું- અન્યાયી ધરપકડ

તેણીએ કહ્યું - સનાતન ધર્મ સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

નવી દિલ્હી : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન ચિત્તાગોનમાં હિંસા બાદ ઈસ્કોનના પૂર્વ પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ સામે આવ્યું છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું અને હિન્દુ પૂજારી ચિન્મય દાસને સમર્થન આપતાં કહ્યું હતું કે સનાતન ધર્મ સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

   શેખ હસીનાની પાર્ટી બાંગ્લાદેશ અવામી લીગના સત્તાવાર ફેસબુક પેજ પર પૂર્વ પીએમ દ્વારા સંબોધિત એક લાંબી પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં શેખ હસીના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "ચટગાંવમાં એક વકીલની હત્યા કરવામાં આવી છે, આ હત્યાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ હત્યામાં સંડોવાયેલા લોકોને વહેલી તકે શોધીને સજા થવી જોઈએ. 

  આ ઘટનાએ માનવાધિકારનું ઉલ્લંઘન કર્યું છે. એક ગંભીર ઘટના સામે આવી છે. એક વકીલ તેની વ્યાવસાયિક ફરજો નિભાવવા ગયો હતો, અને તેઓ જે પણ હોય, તેમને માર મારનારાઓને સજા થવી જોઈએ."

   ભૂતપૂર્વ વડા પ્રધાને વધુમાં કહ્યું કે, "જો ગેરબંધારણીય રીતે સત્તા હડપ કરનાર યુનુસ સરકાર આ આતંકવાદીઓને સજા કરવામાં નિષ્ફળ જશે તો તેને માનવાધિકારના ઉલ્લંઘન માટે પણ સજા ભોગવવી પડશે. હું દેશના લોકોને અપીલ કરું છું કે તેઓ આવા આતંકવાદ અને ઉગ્રવાદને બંધ કરે. સામાન્ય લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે

      તેમણે કહ્યું હતું કે, "હાલના શાસકો તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ જતા જણાય છે. રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં રાખવામાં નિષ્ફળ, લોકોના જીવનને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે. સામાન્ય લોકો પર પ્રત્યક્ષ અને આડકતરી રીતે આચરવામાં આવતા આ અત્યાચારની સખત નિંદા કરીએ છીએ. સનાતન ધર્મ સમુદાયના ટોચના નેતાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે, 

   અગાઉ, અહમદિયા સમુદાયના મસ્જિદો, ચર્ચો અને ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. ધાર્મિક સ્વતંત્રતા અને તમામ સમુદાયોના લોકોના જીવન અને સંપત્તિની સલામતી પર હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, લૂંટવામાં આવી અને આગ લગાડવામાં આવી.

   શેખ હસીનાએ કહ્યું કે અસંખ્ય અવામી લીગના નેતાઓ અને કાર્યકરો, વિદ્યાર્થીઓ અને કાયદો અને વ્યવસ્થા દળોના સભ્યોની હત્યા બાદ હુમલાઓ અને ધરપકડો દ્વારા સતામણી ચાલુ છે. હું આ અરાજકતાવાદી પ્રવૃત્તિઓની સખત નિંદા અને વિરોધ કરું છું.

(8:07 PM IST)