<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

પ૦ કરોડનું દાન વહયું

પૂ. બાપુનાં વકત્‍વયની ઝલક

રાજકોટઃ રામકથામાં પ્રસ્‍તૃત છે.

પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો

* યુવાનની સવારી ધર્મની હોવી જોઈએ, અધર્મની નહિ.

* જે વળક્ષ પહેલું વાવો તે શ્રી ગણેશ.

* બોધ જ્‍યારે જ્‍યારે જેને પ્રગટયું છે તે વળક્ષ મંદિરની અંદર જ પ્રગટયું છે.

* જંગલમાં શિકાર થાય, વનમાં શરણાગતિ સ્‍વીકારાય

* એકાંતમાં બેસી હરી સ્‍મરણ કરવું એ પણ તપ છે.

* વળક્ષ અને વેદના ઘર બન્‍યા છે, મંદિર બન્‍યા છે.

* આ કથા સંસ્‍થાના લાભાર્થે નથી, સૌ ના શુભાર્થે છે. સર્વે ભવન્‍તુ સુખીનઃ

* અત્‍યાર સુધીમાં ૫૦ કરોડના અનુદાનની ઘોષણા થઈ છે,

      તેમાં ૩.૬૦ કરોડ  બાપુના ફોલાવર્સના છે.

* તપની પહેલી વ્‍યાખ્‍યા એ છે કે આપણે સાચા હોઈએ તો પણ હસતા

      હસતા સહન કરી લેવું,

* પ્રાયヘતિ કરો એ તપ છે.

* તત્‍પરતા એ તપ છે.

* ગ્રંથનું અધ્‍યયન કરવું એ તપ છે.

* સત્‍યનું પાલન કરવું એ તપ છે.

* નિંદાને હસતા હસતા સહન કરવું એ તપ છે

* ૧૨ વર્ષનો ગાળો એક તપનો સમયગાળો ગણાય છે, ૧૨ વર્ષના

    તપ બાદ રાજકોટમાં પૂ. મોરારીબાપુએ રામકથાનો લાભ આપ્‍યો છે.

* પૂ. મોરારીબાપુની રાજકોટના આંગણે શરૂ આ ૯૪૭મી રામકથા

     આગામી તમામ રામકથા કરતા અત્‍યંત વિશિષ્ટ છે.

* પર્યાવરણ માટે વિશિષ્ટ રૂપે આ રામકથા છે.

* પક્ષી શમીયાણામાં એક પક્ષી આવીને એક સ્‍પીકરની ઉપર કથા પૂરી થાય

    ત્‍યાં સુધી બેસી, શાંતીથી કથા સાંભળીને ઉડી જાય છે.

* પુર્વ જન્‍મના પ્રચંડ ભાગ્‍યોદયે નાનકડા પક્ષીને રામકથાનાં શ્રવણનો લાભ મળી રહયો છે. સૌ ભાવિકો રોજ આ સુયોગ જોઈ શ્રી રામની લીલાને વંદન કરી રહ્યાં છે.

* બે દેશો એ યુદ્ધ વિરામ ઘોષિત કર્યો એ મારી દ્રષ્ટિ એ બહુ મોટી ઘટના છે.

* વળક્ષને તમે અઠવાડિયા સુધી વ્‍હાલ કરો અને પછી તમે તેની પાસે ન જાઓ

    તો તે તમારી રાહ જોતું હોય છે, તેને જ પાંડુરંગ દાદા એ છોડમાં

     રણછોડ કહ્યું છે.

* ભગવાન રામ એ વળક્ષ પાછળ સંતાઈને વાલીનો વધ કર્યો એ વળક્ષ એ

     ભગવન નું સ્‍વરૂપ જ છે. ભગવાન પોતે પોતામા સંતાઈને કર્મ કર્યું

* ભારતીય વૈજ્ઞાનિક ડો. જગદિશચંદ્ર બોસે સિદ્ધ કર્યું છે કે વળક્ષમાં જીવ છે.

* વળક્ષમાં ઓદર્ય, સૌંદર્ય ગાંભીર્ય, માધુર્ય અને ધૈર્ય હોય છે

* રામ નો સાત્‍વિક, તાત્‍વિક અને વાસ્‍તવિક અર્થ કથા માં થવો જોઈએ.

* રામ હતા, છે અને રહેશે, રામ શાશ્વત છે.

* ભાગવતમાં લખ્‍યું છે કે આપણા પ્રત્‍યેક કર્મનાં સુર્ય, ચંદ્ર જેવા સાક્ષીઓ છે.

* શીવરાત્રીના મેળામાં રાસ મંડળી ચાલતી હોય ત્‍યારે મને ઉભા રહેવાનું

     મન થાય એટલે અમે ગાડીમાં બેસી સંતાઈને રાસ મંડળી જોઇ

(4:10 PM IST)