News of Thursday, 28th November 2024
વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી
અજાણ્યા શખ્સે મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો : મુંબઇ પોલીસે આરોપીની કરી ધરપકડ

નવી દિલ્હી તા. ૨૮ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આર્થિક રાજધાની મુંબઈના પોલીસ કંટ્રોલ ફોર્મ પર મળેલા કોલમાં આ ધમકી આપવામાં આવી હતી. એક તરફ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ દિલ્હીમાં પીએમ મોદીની સુરક્ષાને લઈને SPG પણ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જો કે, અહેવાલમાં જણાવાયું છે કે આ કેસમાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે, જેની માનસિક સ્થિતિ અસ્થિર છે.
હવે આ મામલે પોલીસ અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે લગભગ ૩૪ વર્ષની એક મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પીએમ મોદીને નુકસાન પહોંચાડવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલાની અટકાયત કરી છે પરંતુ તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું કહેવાય છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કોલ ફેક હતો.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
