News of Thursday, 28th November 2024
કેનેડામાં મહેર સમાજનું સ્નેહમિલન : મણીયારા રાસની રમઝટ

પોરબંદર : કેનેડાના ટોરોન્ટો ખાતે મહેર કોમ્યુનીટી ઓન્ટારિયો દ્વારા દિવાળી સ્નેહ મિલન યોજાયું હતું. સાત જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની છબી સમક્ષ દીપ પ્રગટાવી તેમણે કંડારેલી જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની કેડીને આગળ ધપાવવા નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સ્નેહ મિલનમાં સમાજ ભાઈઓના મણિયારો રાસ તથા બહેનોના રાસડા રમી આવનારી પેઢીમાં આપણી લોક સંસ્કળતિને પ્રવાહિત કરી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા સુંદર સાંસ્કળતિક કાર્યક્રમ રજુ કરેલ હતો. જેમાં રામ કારાવદરા, અંશ મુળિયાસીયા, આર્યન ઓડેદરા અને દેવ દ્વારા ડાન્સ રજુ કરવામાં આવેલ તથા અવની કારાવદરા ગીટાર વાદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યંગ સ્ટાર આર્યા રાજુભાઈ ઓડેદરા અને અવની ભરતભાઈ કારાવદરા દ્વારા અદભૂત રીતે કરવામાં આવેલ હતું. આ સ્નેહ મિલનમાં ૭૫ જેટલા જ્ઞાતિના ભાઈઓ-બહેનો હાજર રહી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત બનાવવાની નેમ લીધી હતી. સ્નેહ મિલનના સફળ આયોજન માટે ભરતભાઈ કારાવદરા, મેરૂભાઈ ઓડેદરા, રમેશભાઈ ઓડેદરા, વિક્રમભાઈ, યોગેશભાઈ ઓડેદરાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ડો.બાલુભાઈ ઓડેદરા, સવદાસભાઈ કારાવદરા, ભરતભાઈ રાતિયા તથા હોથીભાઇ કેશવાલાએ જરૂરી માર્ગદર્શન તેમજ સહકાર આપેલ હતો. વિદેશની ભૂમિ પર યોજાતા સ્નેહ મિલન તેમજ જ્ઞાતિ સંગઠન તથા સર્વાંગી વિકાસના કાર્યક્રમોને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર દ્વારા બિરદાવવામાં આવે છે. તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતી. મહેર સમાજનાં સ્નેહમિલન તસવીરો.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
