News of Thursday, 28th November 2024
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૨૦
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૨૦ ‘‘ કોઇ ચાલતા વાહનમાં લયબધ્ધ ઝુલવા દ્વારા અનુભવને પ્રાપ્ત હો. યા કોઇ અચલ વાહનમાં પોતાને મંદ થતાં વધારે મંદ થતાં અદૃશ્ય વર્તુળોમાં ઝુલવા દેવાથી પણ''
લયબધ્ધ રીતે ઝુલો, આ વાતને સમજો કે ઘણી બારીક વાત છે. જયારે તમે કોઇ બળદગાડામાં કે કોઇ વાહનમાં જાઓ છો ત્યારે તમે પ્રતિરોધ કરતા હોવ છો. બળદગાડું ડાબી બાજુ ઝુકે છે તો તમે એનો પ્રતિરોધ કરો છો અને સમતોલ રાખવા માટે જમણી તરફ ઝુકી જાઓ છો નહિતર તમે પડી જશો. એટલે તમે પ્રતિરોધ કરતા હોવ છો. બળદાગાડામાં બેઠા બેઠા તમે બળદાગાડાના હલવા-ડોલવા સાથે લડી રહ્યા હોવ છો. તે આ બાજુ નમે છે તો તમે પેલી બાજુ નમો છો.આ કારણ છે કે રેલગાડીમાં તમે બેઠા થાકી જાવ છો. તમે કશુ કરતા નથી તો કેમ થાકી જાઓ છો? અજાણપણે પણ તમે ઘણું બધું કરી રહ્યા હોવ છો. તમે રેલગાડી સાથે સતત લડી રહ્યા છો. પ્રતિરોધ કરી રહ્યા છો.પ્રતિરોધના કરો આ પહેલી વાત છે. જો તમે આ વિધિ કરવા માગો છો તો પ્રતિરોધ છોડો.
ગાડીની ગતિ સાથે ગતિ કરો, એની ગતિ સાથે ઝુલો. બળદગાડાનું અંગ બની જાઓ, પ્રતિરોધ ના કરો. રસ્તા ઉપર બળદગાડું જે કરે તેનું તમે અંગ બની રહો.આ કારણને લીધે બાળકો યાત્રામાં કયારેય થાકતા નથી.
‘‘ કોઇ ચાલતા વાહનમાં લયબધ્ધ ઝુલવા દ્વારા અનુભવને પ્રાપ્ત હો... '' સુત્ર કહે છે કે તમે અનુભવને પ્રાપ્ત થઇ જશો.
‘‘ અથવા કોઇ અચલ વાહનમાં... '' એ ના પુછો કે બળદગાડું કયાં મળશે. પોતાને ધોખો ના આપો. કારણ કે સુત્ર કહે છેઃ ‘‘ આ કોઇ અચલ વાહનમાં પોતાને મંદમાં મંદ થતા અદ્રશ્ય વર્તુળોમાં ઝુલવા દેવાથી પણ'' .
અહી બેઠાં બેઠાં વર્તુળમાં ઝુલો, ઘુમો. વર્તુળને નાનામાં નાનુ કરતા જાવ-એટલુ નાનુ કે તમારૂ શરીર દ્રશ્ય રૂપથી ઝુલતુ ના લાગે પરંતુ ભીતર એક સુક્ષ્મ ગતિ થતી રહે. આંખો બંધ કરી દો અને મોટા વર્તુળ બનાવો. બેઠાં બેઠાં વર્તુળાકાર ઝુલો પછી ઝુલતા ઝુલતા વર્તુળને નાનાથી નાના કરતા જાઓ. ર્દશ્ય રૂપથી તમે અટકી જશો એ કોઇને ખબર નહી પડે કે અત્યારે તમે હાલી રહ્યા છો. પરંતુ પોતાના ભીતર તમે એક સુદૃમ ગતિ અનુભવ કરતા રહેશો. હવે શરીર ચાલી રહ્યું નથી પણ ફકત મન ચાલી રહ્યું છે. એને પણ ધીમાથી ધીમુ કરતા ચાલો અને અનુભવ કરો તો ત્યાં કેન્દ્રિત થઇ જશો. કોઇ પણ વાહનમાં કોઇ ચાલતા વાહનમાં એક અપ્રતિરોધી અને લયબધ્ધ ગતિ તમને કેન્દ્રિત કરી દેશે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
