<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

શું તમને ખબર છે જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય ?

જલેબી ભારતીયોની ફેવરિટ ગણાય છે : ઠંડીની સીઝનમાં ઘણા ઘરોમાં સવારનો નાસ્‍તો પૌંઆ અને જલેબીનો હોય છે

નવી દિલ્‍હી તા. ૨૮ : જલેબી એ ભારતીયોની ફેવરિટ વાનગી છે, ફંક્‍શન ગમે તે હોય, જલેબી દરેક ઘરમાં બને છે. ખાસ કરીને ઠંડા હવામાન અને જલેબીનો ખાસ સંબંધ છે. પરંતુ જો કોઈ તમને પૂછે કે તેને અંગ્રેજીમાં શું કહેવાય છે, તો શું તમે તેનો જવાબ આપી શકશો?

જો કે મોટાભાગના લોકો જલેબીને ભારતીય વાનગી માને છે, પરંતુ તેનું જોડાણ ઈરાન સાથે હોવાનું માનવામાં આવે છે કે જયાં તે ઉદ્વવ્‍યું છે. જો કે ઘણા લોકો જલેબી ખાવાનું પસંદ કરે છે પરંતુ તેઓ તેનું અંગ્રેજી નામ જાણતા નથી.

તમને જણાવી દઈએ કે જલેબીને ‘ફનલ કેક' કહેવામાં આવે છે. આ સિવાય તેને ‘સીરપ ભરેલી રીંગ' અને ‘ગોળાકાર સ્‍વીટ' પણ કહેવામાં આવે છે.

ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશમાં પણ જલેબી લોકપ્રિય છે. તેને બનાવવા માટે લોટ, દહીં, ખાંડ અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતીય સંસ્‍કૃતિમાં જલેબીનું મહત્‍વનું સ્‍થાન છે. આ મીઠાઈ માત્ર સ્‍વાદમાં જ અદ્‌ભૂત નથી, પરંતુ તેને સુખ અને આનંદનું પ્રતીક પણ માનવામાં આવે છે.

તે ભારતીય તહેવારો, ખાસ કરીને દિવાળી અને હોળી દરમિયાન ખૂબ જ ઉત્‍સાહ અને આનંદ સાથે ખાવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગોમાં પણ જલેબીનું વિશેષ સ્‍થાન છે, જયાં તેને મહેમાનોને પીરસવામાં આવે છે.

(10:03 AM IST)