News of Thursday, 28th November 2024
મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા ૬૫ ટકા વિધાનસભ્યો સામે છે ગુના
સૌથી વધુ ભાજપના ૭૦ ટકા વિધાનસભ્યો સામે પોલીસમાં વિવિધ પ્રકારની ફરિયાદ છે

મુંબઇ, તા.૨૮: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ૨૮૮ વિધાનસભ્યોમાંથી ૬૫ ટકા વિધાનસભ્યો પર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે. એમાં પણ ૪૧ ટકા એટલે કે ૧૧૮ વિધાનસભ્યો સામે પોલીસ-સ્ટેશનમાં હત્યા, અપહરણ, હત્યાનો પ્રયાસ, મહિલા પર અત્યાચાર અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ચૂંટાયેલા ૧૩૨માંથી ૯૨ વિધાનસભ્યો એટલે કે ૭૦ ટકા વિધાનસભ્યો પર વિવિધ પ્રકારના તો ૪૦ ટકા વિધાનસભ્યો પર ગંભીર ગુના છે. આવી જ રીતે શિંદેસેનાના ૫૭ વિધાનસભ્યોમાંથી ૩૮ વિધાનસભ્યો સામે ગુના છે. અજિત પવારની નૅશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ચૂંટાઈ આવેલા ૪૧ વિધાનસભ્યોમાંથી ૨૦ પર ગુના છે. ઉદ્ધવસેનાના ૨૦ વિધાનસભ્યોમાંથી ૧૩ પર, કોંગ્રેસના ૧૬ વિધાનસભ્યોમાંથી ૯ વિધાનસભ્યો અને શરદ પવારના ૧૦માંથી પાંચ વિધાનસભ્યો પર ગુના દાખલ છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
