<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સંભલ હિંસામાં સામેલ 39 અસામાજીકોના ફોટા જાહેર :બુકાનીધારી તોફાની તત્વોની ઓળખ કરવા અપીલ

FIR મુજબ સંભલના નખાસા વિસ્તારમાં પોલીસ પર હુમલો: આ વિસ્તારમાં રમખાણકારોએ પોલીસની પિસ્તોલ ઝુંટવવાનો પ્રયાસ પણ કર્યો:અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ

સંભલમાં રવિવારે જામા મસ્જિદમાં સર્વે દરમિયાન થયેલી હિંસાના મામલે પોલીસ અને જિલ્લા પ્રશાસન સતત એક્શન મોડમાં છે. જ્યાં એક તરફ હિંસાને લઈને રિપોર્ટ શાસનને મોકલવામાં આવ્યો છે તો બીજી બાજુ પોલીસે નખાસા વિસ્તારના રમખાણમાં સામેલ તોફાની તત્વોની ફોટો જાહેર કરી છે. પોલીસે 39 તસવીરો જાહેર કરી છે જે બુકાનીધારી છે, ત્યારે પોલીસે જનતાને આ લોકોની ઓળખ કરવાની અપીલ કરી છે.

પોલીસે FIRમાં અનેક લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરી છે. જે મુજબ ગુલબદીન, સુલ્તાન, હસન, મુન્ના, ફૈઝાન અને સમદની સાથે સેંકડોની સંખ્યામાં અજ્ઞાતે ભીડે પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની ગાડીમાં આગ લગાવી દીધી. ભીડે પોલીસને સરકારી પિસ્તોલ ઝુંટવવાની પ્રયાસ કર્યો. જ્યારે ભીડ સફળ ન થઈ તો એક પોલીસવાળાની પિસ્તોલની મેગેઝીનના 10 રાઉન્ડ 9 MM કારતૂસ ઝુંટવીને ભાગી ગયા. આ વિસ્તારમાં થયેલા હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા

ગત રવિવારે સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા ભડકી હતી,જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અનેક પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે પથ્થરમારો કરનારા 100 લોકોની ઓળખ કરી છે અને આ મામલે અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે મહિલાઓ પણ છે.

પોલીસે હિંસા મામલે કુલ 12 FIR કરી છે. પકડયેલા લોકોમાં 14 વર્ષની ઉંમરથી લઈને 72 વર્ષના આરોપી સામેલ છે, જેમના પર ગંભીર કલમ હેઠળ આરોપ લગાડવામાં આવ્યા છે. તો એક FIRમાં પોલીસે સાંસદ ઝિયાઉર્રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહૈલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

હિંસાને લઈને સંભલના સપા સાંસદ ઝિયાઉર્રરહમાન બર્ક અને ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ થયેલી FIRને લઈને કમિશનરે કહ્યું કે, તેમના પર જે કેસ થયા છે તે 19 તારીખના જુમ્માના દિવસે તેમની પ્રવૃત્તિ હતી તે હિસાબે થયા છે. લોકોની પૂછપરછ બાદ સાંસદ વિરુદ્ધ કેસ કરાયો છે.

(9:03 PM IST)