News of Thursday, 21st November 2024
અખિલ ભારતીય દેવસ્થાનમ સમ્મેલનમાં દેશભરના પુજારી અને મઠાધીશ પહોંચશે
આ સમ્મેલન વિશ્વવિખ્યાત બ્રહ્મસરોવરના પાવન તટ પર આવેલ પુરુષોત્તમ બાગમાં ૧૦ ડિસેમ્બરે યોજાશે

કુરુક્ષેત્ર: ધર્મનગરી કુરુક્ષેત્રમાં દર વર્ષે આયોજિત (૧૮ દિવસીય) થનાર અંતરરાષ્ટ્રીય ગીતા જયંતી મહોત્સવમાં પહેલીવાર અખિલ ભારતીય દેવસ્થાનમ સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. કુરુક્ષેત્ર વિકાસ બોર્ડના માનદ સચિવ ઉપેન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે, આ સમ્મેલન વિશ્વવિખ્યાત બ્રહ્મસરોવરના પાવન તટ પર આવેલ પુરુષોત્તમ બાગમાં ૧૦ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. સમ્મેલનની ખાસ વાત એવી છે કે, આ સમ્મેલનમાં દેશભરના મુખ્ય તીર્થો અને મંદિરોના પુજારી અને મઠાધીશો ખાસ કરીને ચારધામો, સપ્તપુરિયો, ૧૨ જ્યોતિર્લિંગોના પુજારીયોને તેમજ ૫૨ શક્તિપીઠોમાંથી અમુક ચોક્કસ શક્તિપીઠના પીઠાધ્યક્ષો, કામાખ્યા મંદિર, તિરુપતિ વેંકટેશ મંદિર, મેહેંદીપુર બાલાજી મંદિર, સાલાસર બાલાજી ધામ, યમનોત્રી, ગંગોત્રી ધામ, વૈષ્ણો દેવી ઉપરાંત મુખ્ય દેવી સ્થળોના પૂજારિયો અને પ્રસિદ્ધ મઠોના મઠાધીશોને આમંત્રિત કરવામાં આવ્યા છે,જેઓ આ સમ્મેલનમાં સામેલ થનાર છે.
આ સમ્મેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગીતા મહોત્સવને દેશ ભરના તીર્થો અને મઠોમાં પણ તેની ઓળખ અપાવવાનો છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
