News of Thursday, 21st November 2024
અરવિંદ કેજરીવાલના બંગલાનું ભૂત ફરી બહાર આવ્યું
પ્રદેશ ભાજપે આક્ષેપ કર્યો કે, રૂ.૫૦ લાખથી વધુ રકમનુ ઝૂમ્મર, ગોલ્ડ પ્લેટેડ ટૉયલેટ તેમજ અન્ય કિંમતિ માલ-સામાન ગાયબ

નવીદિલ્હી: સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ) પ્રમુખ અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ (મુખ્યમંત્રીનો બંગલો) ૬, ફ્લૈગ સ્ટાફ રોડનું ભૂત એકવાર ફરી બહાર આવ્યું છે. પ્રદેશ ભાજપે ખુલાસો કરતા આક્ષેપ કર્યો છે કે, રૂ.૫૦ લાખથી વધુ રકમનુ ઝૂમ્મર, ગોલ્ડ પ્લેટેડ ટૉયલેટ તેમજ અન્ય કિંમતી માલ-સામાન ગાયબ છે. પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ એવો સવાલ કર્યો છે કે, આ બંગલાની સજાવટ પર આટલા બધા પૈસાનો ખર્ચ કોણે કર્યો.? જ્યારે પીડબ્લ્યુડી વિભાગનું કહેવું છે કે, એપ્રિલ-૨૦૨૨ પછી આ વિભાગ તરફથી આ મકાનમાં કોઈ કામ કરવામાં આવ્યું નથી. તો પછી સવાલ એવો ઉભો થાય છે કે,
પીડબ્લ્યુડી વિભાગ તરફથી પુરો પાડવામાં આવેલ માલ સામાન ઉપરાંત વધારાની સુવિધાઓ વાળો માલ-સામાન કોણે પુરો પાડ્યો.? પીડબ્લ્યુડી વિભાગ તરફથી ગાયબ થયેલ માલ-સામાન બાબતે લેખીત સ્પષ્ટતા કરવા જણાવ્યું છે, જેની હજુ સુધી કેજરીવાલ તરફથી લેખીત સ્પષ્ટતા કરવામાં આવી નથી. જ્યારે વિધાનસભાના વિપક્ષ નેતા વિરેન્દ્ર ગુપ્તાએ અરવિંદ કેજરીવાલે ચૂંટણી દરમિયાન પ્રજાને જાહેરમાં વચન આપ્યું હતું કે, હું સરકારી બંગલાનો ઉપયોગ નહીં કરું એમ કહી વૈભવી બંગલામાં રહ્યા છે, ત્યારે બંગલામાંથી ગુમ થયેલ માલ સામાન તેમજ વધારાની સુવિધાઓનો માલ સામાન બાબતે સ્પષ્ટતા કરવી રહી. જો તેઓ સ્પષ્ટતા ન કરે તો,તપાસ કરવાની માંગણી કરી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
