News of Thursday, 21st November 2024
ગુયાનામાં નરેન્દ્રભાઇ અને મોહમ્મદ ઇરફાન અલીએ વૃક્ષ વાવ્યું: ૧૦ કરારો ઉપર હસ્તાક્ષરો કર્યા
ગુયાના સાથે મારું અંગત જોડાણ છેઃ ર૪ વર્ષ પૂર્વે સામાન્ય માનવી તરીકે મુલાકાત લીધી હતીઃ પ૬ વર્ષ પછી ભારતીય વડાપ્રધાને ગુયાનાની મુલાકાત લીધીઃ ભવ્ય સન્માન

ગુયાનામાં પીએમ મોદીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ જ્યોર્જટાઉનમાં એક છોડ રોપ્યો હતો. આ સિવાય પીએમ મોદીએ ભારત અને CARICOM વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે સાત મુખ્ય બાબતોનો પ્રસ્તાવ મૂકયો હતો. તેમજ ભારત અને ગયાનાએ ૧૦ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
પીએમ મોદી અને ગુયાના પ્રેસીડેન્ટ મોહમ્મદ ઈરફાન અલીએ જ્યોર્જટાઉનમાં ‘વન ટ્રી ઇન મધર્સ નેમ' પહેલ હેઠળ એક છોડ રોપ્યો. બુધવારે ગુયાના પહોંચેલા મોદી ૫૦ કરતાં વધુ વર્ષોમાં આ દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય સરકારના વડા છે. આ ચળવળે વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યુ છે.
પ્રેસીડેન્ટ અલીએ વડાપ્રધાન મોદીના પ્રભાવશાળી નેતળત્વ અને વિકાસશીલ વિશ્વમાં યોગદાન માટે તેમની પ્રશંસા કરી હતી. મોદી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન અલીએ કહ્યું, ‘વડાપ્રધાન મોદી, તમારો ખૂબ ખૂબ આભાર. તમારંું અહીં આવવું એ અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તમે નેતાઓમાં નેતા છો. તમે અદ્ભૂત રીતે નેતળત્વ કર્યું છે.
બુધવારે શ્રી મોદી અને શ્રી અલી વચ્ચેની વાટાઘાટો બાદ, ભારત અને ગુયાનાએ હાઇડ્રોકાર્બન, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકારને વિસ્તળત કરવા માટે ૧૦ કરારો પર હસ્તાક્ષર કર્યા. તેમના મીડિયા નિવેદનમાં મોદીએ કહ્યું કે ગુયાના ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લાંબા ગાળાની ભાગીદારી માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. લગભગ ૨૪ વર્ષ પહેલા એક સામાન્ય વ્યક્તિ તરીકે દક્ષિણ અમેરિકન દેશની તેમની મુલાકાતને યાદ કરતા તેમણે કહ્યું કે, ઙ્ખ૫૬ વર્ષ પછી ભારતીય વડાપ્રધાનની ગુયાનાની મુલાકાત આપણા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિホરૂપ છે. ગુયાના સાથે મારું ઊંડું અંગત જોડાણ છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
