હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th November 2024
રામાયણ સર્કિટના ધોરણે નેપાલમાં સીતા સર્કિટ વિકસિત થશે
સીતાજીનું જન્મ સ્થળ, ધનુષ્ય તોડવાનું સ્થળ, વિવાહ સ્થળ, મહેલ સહિત તમામ સ્થળોને જોડવામાં આવશે.

રકસૌલ (નેપાલ): નેપાલના મુખ્યમંત્રી સતિશ કુમાર સિંહે વીરગંજમા જણાવ્યું હતું કે, ભારતના રામાયણ સર્કિટના ધોરણે નેપાલમાં સીતા સર્કિટને વિકસિત કરવામાં આવશે. તે હેઠળ માતા સીતા સાથે જોડાયેલ ઘટનાક્રમ તથા સ્થળોને (સીતાજીનું જન્મ સ્થળ, ધનુષ્ય તોડવાનું સ્થળ, વિવાહ સ્થળ, મહેલ સહિત તમામ) સ્થળોને જોડવામાં આવશે. સીતા સર્કિટ વિકસિત થવાથી ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે.
દેશ દુનિયામાં આવનાર તીર્થ સ્થળોમાં સીતા વિષે જાણી શકાશે અને આવા સ્થળો પર પોતાના આરાધ્ય સીયારામની પૂજા કરી શકશે. રામાયણ સર્કિટ અને સીતા સર્કીટ ને અરસપરસ જોડવાથી તે મહત્વાકાંક્ષી યોજના સાબિત થશે. તેનાથી ભારત-નેપાલના ધાર્મિક અ સાંસ્કૃતિક પર્યટન વધવાની સાથે-સાથે બેટી-રોટીના સબંધ મજબૂત થશે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
