<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

કાનપુરમાં ડ્રોન જેવા ઉપકરણોની તપાસ થશે

સેન્ટર પર યૂએવીના ક્ષેત્રમાં કામ કરી રહેલ જુદા જુદા સ્ટાર્ટઅપ અને કંપનિયોને ઉન્નત ટેકનીકમાં પોતાના ઉપકરણોની તપાસ કરાવવાની તક મળશે

કાનપુર: ડ્રોન (યૂએવી) અને કમ્યુનિકેશન (ડિફેન્સ) ઉપકરણોની તપાસ હવે કાનપુરમાં થશે. તેને માટે આઇઆઇટી, કાનપુરમાં ઉન્નત યૂએએસ (માનવ રહિત હવાઈ પ્રણાલી) અને સંચાર પ્રણાલી (ડિફેન્સ) ટેસ્ટિગ ફૈસિલિટી સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ સેન્ટર પર યૂએવીના ક્ષેત્રમાં કામ કરી રહેલ જુદા જુદા સ્ટાર્ટઅપ અને કંપનિયોને ઉન્નત ટેકનીકમાં પોતાના ઉપકરણોની તપાસ કરાવવાની તક મળશે. જ્યારે ઈન્ડસ્ટ્રીના પડકારોનું સમાધાન પણ વૈજ્ઞાનિકોની ટીમ કરી શકશે. તેને માટે આઈઆઈટીના ટેકનોપાર્કે સમજૂતી કરી છે. જેમાં સંસ્થાની સાથે યૂએએસ ટેસ્ટીંગ ફાઉન્ડેશન અને કમ્યુનિકેશન (ડિફેન્સ) ટેસ્ટિંગ ફાઉન્ડેશન મુખ્ય ભાગીદાર છે. પ્રોફેસર અમરેન્દ્ સિંહે જણાવ્યું કે, યૂએએસ સુવિધા ૧૧,૫૦૦ વર્ગફિટમાં અને સંચાર પ્રણાલી સુવિધા ૯,૦૦૦ વર્ગફીટમાં સ્થાપિત કરવામાં આવશે.

 


 

(12:02 AM IST)