<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

હવે ઑસ્ટ્રેલિયામાં ૭૦૦ ફૂટ ઊંચું રામ મંદિર બનશે

આ મંદિરનું કાર્ય અમદાવાદના જાણીતા સોમપુરા ફેમિલીને સોંપવામાં આવ્યું

પર્થ (ઑસ્ટ્રેલિયા) : મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ નું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થયા પછી હવે ઑસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમાજના લોકોએ પણ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર બનાવવા કવાયત હાથ ધરી છે. આ મંદિરનું કાર્ય અમદાવાદના જાણીતા સોમપુરા ફેમિલીને સોંપવામાં આવ્યું છે. રામ મંદિર કેવું બનશે તેની ડિઝાઇન અંડર પ્રોસેસ છે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે, આ મંદિરની ડિઝાઇન અયોધ્યાના રામ મંદિર જેવી તો નહીં જ હોય, પરંતુ આ મંદિર ઓસ્ટ્રેલિયાના પર્થમાં ૧૫૦ એકર જમીન પર પાંચ માળનું આશરે ૭૦૦ ફૂટ ઊંચું બનાવવાનું આયોજન હોવાનું દિલાવરસિંહે  જણાવ્યું હતું, જેઓ આ ટ્રસ્ટના ચેરમેન છે.


 

(11:58 PM IST)