હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્ર : વિનોદ તાવડે નોટકાંડ મુદ્દે રાહુલનો વેધક સવાલ
ભાજપના જ દિગ્ગજ પાંચ કરોડની રોકડ સાથે ઝડપાયા તે અંગે ભારે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે,

રાહુલ ગાંધીએ એક્સ ટ્વીટર પર નરેન્દ્રભાઈ મોદી ઉપર સીધો પ્રહાર કરતા પૂછ્યું કે ' મોદીજી આ પાંચ કરોડ રૂપિયા કોની તિજોરીમાંથી નીકાળ્યા છે ?
જનતાના પૈસા લૂંટી તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા ?
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે એક હોલમાં લાખો રૂપિયનુ વિતરણ કરતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા, બેગ ભરીને પૈસા લઇ ગયા હતા લોકોને બોલાવી બોલાવી પૈસા આપતા હતા
આ ઘટનાની સંખ્યાબંધ વિડિઓ ભારે વાયરલ થઇ રહેલ છે,
કાલે મહારાષ્ટ્રમા વોટિંગ થવાનું છે ત્યારે ભાજપના નેતા પૈસાના જોરે ચૂંટણી પ્રભાવિત કરાવામાં લાગ્યા છે, કાર્યકર્તાઓથી માંડીને મોટા મોટા લોકો સંડોવાયા છે, ત્યારે ચૂંટણી પંચ આ બાબતે સંજ્ઞા લ્યે, સખ્ત પગલાં લ્યે,તેવી માંગ ઉઠી છે
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે,ત્યારે ભાજપના જ દિગ્ગજ પાંચ કરોડની રોકડ સાથે ઝડપાયા તે અંગે ભારે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે,
તાવડે પણ મુખ્યમંત્રીપદના એક દાવેદાર હતા પરંતુ તેમનું પતું કપાઈ ગયું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
