ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
રાજકોટમાં રામ રંગ અનરાધાર વરસશે
રેસકોર્સ મેદાનમાં ર૩મીથી રામકથા : વિવિધ સમિતિઓ દ્વારા તૈયારીનો ધમધમાટ : હજારો ભાવિકો માટે મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થા ઇમરજન્સી સારવાર પણ ઉપલબ્ધ

રાજકોટ, તા. ૧૯ : સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વળધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વળધ્ધાશ્રમ ધ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં ૧૨ વર્ષ પછી વળદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. ૨૩ નવેમ્બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૧ લાખથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને ૫૦ હજાર લોકો ભોજન પ્રસાદ લેશે. વૈશ્વિક રામકથા સફળ બને તે માટે અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે, તે પૈકી સ્વચ્છતા સમિતિ, મેડીકલ સમિતિ, આરતી સમિતિ અને વોટર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેવાંગ માંકડએ ઉપસ્થિત સમિતિના સભ્યોને માર્ગદર્શન પુરુ પાડયું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે રામકથાના નવદિવસ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા અને સીનર્જી હોસ્પિટલની તબીબી ટીમ એન્ટ્રી ગેઈટ પાસે ઉપલબ્ધ રહેશે. રામકથા દરમ્યાન કોઈપણ ઈમરજન્સીમાં આ તબીબી ટીમ ધ્વારા વિનામૂલ્યે તાત્કાલીક સારવાર અને દવાઓ પણ પુરી પાડવામાં આવશે. ત્યારબાદ આરતી સમિતિને રોજ રામકથા પ્રારંભ થવા અને પુરી થવા અંતર્ગત માર્ગદર્શન પુરુ પાડયું હતું. તેમજ સ્વચ્છતા સમિતિને રામકથા દરમ્યાન સમગ્ર ગ્રાઉન્ડની સાફ-સફાઈ અંતર્ગત તેમજ રામકથાના નવ દિવસો દરમ્યાન શ્રોતાઓને ઠંડુ અને ચોખ્ખુ પાણી રહે તે માટે વોટરકુલરની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય વોટર સમિતિને જરૂરી દિશાસૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામકથાના નવ દિવસો દરમ્યાન ફાયર બ્રિગ્રેડ અને એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.
રામકથાને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા માટે કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન થિયેટર ખાતે રામકથા કાર્યાલય કાર્યરત કરવામાં આવેલ છે. આ કાર્યાલયમાં સમગ્ર રામકથાનું મોનીટરીંગ થશે. જેમાં પ્રચાર-પ્રસાર માટે મીડીયા રૂમ, વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ સમિતિઓના સંકલનની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારે આ નવ દિવસની રામકથામાં ભોજન વ્યવસ્થા, મંડપ-સાઉન્ડ, લાઈટ, પાણીની વ્યવસ્થા, પાર્કીંગ વ્યવસ્થા, ઓડીયો-વીડીયો સીસ્ટમ, વાહન વ્યવસ્થા,આરતી વ્યવસ્થા, સ્વચ્છતા સમિતિ, આરોગ્ય સમિતિ, રોજબરોજ આવનારા કલાકારો તથા મહાનુભાવો માટેની ઉતારાનો સમાવેશ થાય છે. રેસકોર્ષમાં જયાં મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવી છે અને પૂ. મોરારિબાપુના કટઆઉટ પણ મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે રામકથા કાર્યાલયમાં પણ પૂ. મોરારિબાપુ કથા વાંચતા હોય તેવું કટઆઉટ પણ મુકવામાં આવ્યું છે. હાલ રામકથા શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હોવાથી સ્વયંસેવકોનો મેળાવળો જામ્યો છે. સદભાવના વળધ્ધાશ્રમ ઘ્વારા રાજકોટના અનેક મહાનુભાવોના ઈન્ટરવ્યુ પણ લેવામાં આવી રહયા છે. સાથોસાથ રેસકોર્ષ મેદાન ખાતે યોજનારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનો લાભ લેવા ઇચ્છતા ભાવિક શ્રોતાઓ માટે બસની વિનામૂલ્યે વિશેષ સુવિધા આયોજકો ઘ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ ગામો તથા શહેરોમાંથી રામકથામાં થી ભાગ લેવા આવનાર શ્રોતાઓ માટે વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ વ્યવસ્થા તા.૨૩ નવેમ્બરે,
બપોરે ૨૩૦ વાગ્યાથી અને તા.૨૪ નવેમ્બરથી તા. ૧ ડીસેમ્બર સુધી સવારે ૮:૩૦ વાગ્યાથી રાખવામાં આવી છે. વિનામૂલ્યે બસમાં લોકો કથા સ્થળ સુધી આવી શકશે અને ત્યાંથી પરત પણ કરી શકશે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી બસ દોડાવવામાં આવશે. તમામ જગ્યાએથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોંચશે. કથા માટે રાજકોટવાસીઓના ઉત્સાહ જોઈને કથાના આયોજકોએ વાહન વ્યવસ્થા સમિતિની પણ રચના કરેલ છે, આ સમિતિ ભકતજનોને કથા સ્થળ પર લઈ જવા તથા પરત મૂકી જવાની વ્યવસ્થા સંભાળશે.
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૨૩ નવેમ્બર, શનીવારના રોજ સાંજે ૪થી પ્રારંભ થઈ તા.૨૪ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૦.૩૦ સુધી રામાયણરૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારીબાપુ રસપાન કરાવશે. તો આ ભકિતસભર રામકથા શ્રવણપાન નોલાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવતા સદભાવના વળધ્ધાશ્રમ પરિવારની યાદીમાં જણાવેલ હતું.
પોથી યાત્રા
રાજકોટઃ સદભાવના વળદ્ધાશ્રમ રાજકોટ દ્વારા વડિલો અને વળક્ષોના શુભાર્થે વિશ્વસંત પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા રાજકોટ રેસકોર્સ મેદાનમાં તા.૨૩ નવેમ્બરથી ૦૧ ડીસેમ્બર દરમિયાન યોજાનાર છે જેની ભવ્ય પોથીયાત્રા તા.૨૩મીએ સવારે રાજકોટમાં ભક્તિભાવ સાથે નીકળશે તે અંગે અતિ ભવ્ય તૈયારી પોથીયાત્રા સમિતિ દ્વારા થઈ રહી છે. પોથીયાત્રામાં મથુરાના ગોકુલ મહાવનમાં આવેલ ઉદાસીન કર્ષની રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ, સદભાવના વળદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય હિંદુ ધર્મ આચાર્ય સભાનાં કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય ૫. પૂ પરમાત્માનંદ સરસ્વતીજી, જૈન મુનિ આચાર્ય લોકેશજી સહિતના સંતો, મહંતો રાજકોટનાં લોકોને દર્શન આપશે. પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ એક પ્રખ્યાત વિદ્વાન અને શાષાોના નિષ્ણાંત છે. તેઓ જ્ઞાન અને ભક્તિના સંગમનું પ્રતીક છે. પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ ભગવાન કળષ્ણની દિવ્ય ભૂમિમાં તેમના આશીર્વાદ અને દર્શન પ્રાપ્ત કરવા માટે પ્રવાસ કરે છે તેવા વિશ્વભરના ભક્તોને જ્ઞાન, આંતરદ્રષ્ટિ, પ્રેરણા અને દૈવી આશીર્વાદ આપે છે. પ્રખર રામાયણી અને જેમના સ્વમુખે આ રામકથા થવાની છે તેવા ૫. પૂ. મોરારિ બાપુ પણ પોથીયાત્રાની શરૂઆત સમયે વિરાણી હાઈ સ્કુલ ખાતે ઉપસ્થિત રહી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે.
રામકથા પાથર્યાયત્રી સામતિની કન્યાનર વિપુલભાઈ પાનાલથી એને કિશનભાઈ ટિલવાની રાહબરી સળ દિવસ રાશે એક કરીને સમિતિના સભ્યો અને સહયોગીઓ પોથીયાત્રાને યાદ્ગાર બનાવવા પ્રયત્નશીલ છે.પોથીયાત્રા સમિતિના સદસ્યો અજયભાઈ રાજાણી, નિતેષભાઈ ચોપડા, મોહિતભાઈ કાલાવડીયા, દિપક કાચા, હુપિલ પટેલ, વસંતભાઈ લીંબાસીયા, સુભાષ ચોપડા, અભિષેકભાઈ મકવાણા,કિશોરભાઈ મકવાણા, નિતિનભાઈ ગૌસ્વામી, પ્રશાંતભાઈ બારોટ, પ્રતિક તળાવિયા, જગદીશભાઈ, સ્મીતાબેન કાપડીયા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવડી, ૨૨શ્મીબેન નોઘણવદરા, રશ્મીબેન કાપડીયા, મધુબેન ચોવટીયા, જોશનાબેન પટેલ, કિરણબેન માકડીયા, રશ્મીબેન કાપડીયા, માધવીબેન રાજાણી, બિનાબેન કોટક, કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, સેજલબેન ચૌધરી, હિનાબેન ગોહિલ, મયુરીબેન ભાલાળા અને દિવ્યાબેન ઉમરાણીયા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
તા.૨૩મી એ સવારે ૦૮:૩૦ કલાકે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી પોથીયાત્રાનો શુભારંભ થશે. પોથી યાત્રામાં હજારો બહેનો રામચરિત માનસની પોથી પોતાના મસ્તક પર ધારણ કરશે સાથે ડી.જે.બેન્ડવાજા,ખૂલી જીપો હાથી,વગેરે પોથી યાત્રામાં જોડાશે.વળી હનુમાનજી સ્વરૂપ, દેવી દેવતાઓ સ્વરૂ૫, બાહુબલી સ્વરૂપ, વાનર સ્વરૂપ વગેરેના ફ્લોટસ પણ પોથીયાત્રામાં જોડાશે અને નાસિકના ઢોલ દ્વારા વાતાવરણને દિવ્ય બનાવવામાં આવશે.
અભૂતપૂર્વ એવી આ પોથી યાત્રા રાજકોટ મહાનગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરશે અને રામકથા સ્થળ (રેસકોર્સ) ખાતે વિરામ પામશે. નગરજનોને પોથી યાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિએ અપીલ કરી છે.
તબીબો ખડેપગે
પ્રખર રામાયણી પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા ઙ્કમાનસ સદભાવનૉ અનેક રીતે વિશેષ બનવાની છે, અનેક વિશેષતા પૈકીની એક વિશેષ વ્યવસ્થા એટલે શહેરના અગ્રગણ્ય તબીબોની ટીમ દ્વારા કથા દરમિયાન ખડે પગે રહેનાર ઇમરજન્સી તબીબી સેવા-સારવાર. કથા મંડપમાં કમનસીબે કોઈને જો ઇમર્જન્સી સારવારની જરુરુ પડે તો હજારો શ્રોતાઓ વચ્ચે માત્ર ૧ થી દોઢ જ મિનિટમાં અસરગ્રસ્ત સુધી પહોંચી ઇમરજન્સી સારવાર મળી શકે તેવું અદભુત આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ઙ્કકથાના ૯ દિવસ દરમિયાન ડોક્ટર્સ, ર્નસિંગ તેમજ પેરામેડિકલ સહીત ૧૦૦ વ્યક્તિની ટીમ સ્ટાફ, વોકીટોકી સહિતની સુવિધા સાથે ઇમરજન્સી સારવાર માટે સજ્જ રહેશે.
ડો. જયેશ ડોબરિયા ઉપરાંત ર્સ્ટલિંગ હોસ્પિટલના ડો. સંકલ્પ વણઝારા, ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટા, ગિરિરાજ હોસ્પિટલના ડો. મયંક ઠક્કર, મેડીકેર હોસ્પિટલના ડો.અંકુર વરસાણી તેમજ શહેરના નામી સુપર સ્પેસ્યાલીસ્ટ ડોક્ટર્સ અને ફેમિલી ફીજીશ્યન્સ ડોક્ટર્સની સેવા ૅ માનસ સદભાવના રામકથૉ દરમિયાન સેવા માટે હાજર હશે. આ વ્યવસ્થા ઇમરજન્સી સારવાર માટે છે મેડિકલ કેમ્પ નથી.
ઉપરોક્ત તમામ તબીબો સાથે તેમની પેરા મેડિકલ ટીમ પણ જોડાશે, એટલું જ નહિ કથા સ્થળે આ માટે એક અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે, તા.૨૩ થી સવારે ૯ થી બપોરે ૧.૩૦ સુધી આ સ્થળે ઇમરજન્સી સેવા ઉપલબ્ધ હશે, આ સ્થળે એક હોસ્પિટલ જેટલી જ માળખાગત સુવિધા અને સાધનો પણ રાખવામાં આવશે જેમાં ૪ થી ૫ બેડ, ઇમરજન્સી ટ્રોલી, ડીપ બ્રીધીંગ મશીન, કાર્ડિયોગ્રાફી, પ્લાસ્ટર કરી શકાય તેવા સાધનોનો સમાવેશ થાય છે.હજારો લોકોની વચ્ચે જઈને સારવાર આપી શકાય તે માટે મોબાઈલ ડોકટર્સની ટીમ ખડે પગે રહેશે. જયારે લાખો કે હજારો લોકોનો સમૂહ એકત્ર થવાનો હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કરવાનું કૌશલ્ય આ સમગ્ર તબીબી ટીમનું હોવાનું ડો.ડોબરિયાએ જણાવી અગાઉ પણ આ પ્રકારનાં ધાર્મિક પ્રસંગમાં ૨૦ હજારની મેદની વખતે સેવા સારવાર આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
એસેન્સ બ્રાન્ડિંગ
સદભાવના વળદ્ધાશ્રમના વડિલો અને વળક્ષોના શુભાર્થે યોજાનારી પૂ.મોરારિબાપુની રામકથાની વાત જન જન સુધી પહોંચે એ માટે પ્રચાર પ્રસાર છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી થઈ રહ્યો છે. માવતરો અને વળક્ષની વાતને દયાભાવના સાથે સાંકળવાને બદલે સામાજિક જવાબદારી હોવાનું પુરવાર કરતા સદભાવનાના લોગો, સ્લોગન, કલર કોમ્બિનેશન વગેરેની જવાબદારી ‘અસેન્સ બ્રાન્ડિંગઁ દ્વારા સુપેરે નિભાવવામાં આવી રહી છે.
અસેન્સ બ્રાન્ડિંગના પરિતોષભાઈ ઝાલા અને રોનકભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ઙ્ક૨૨ કોમર્શિયલ આર્ટિસ્ટની ટીમ દ્વારા સદભાવના વળદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિ બાપુની કથા માટે બેનર, ર્હોડિંગ્સ, કાર્ડ, આમંત્રણ પત્રિકા, લોગો વગેરે તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ તો એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે વડિલો અને વળક્ષોની વાત છે ત્યારે કોઈ દયાભાવની અસર ન ઉપજે પણ આપણી સામાજિક જવાબદારી બને છે એવો ભાવ કેળવાય એ રીતે કલર કોમ્બિનેશન સહિત ડિઝાઇનિંગ અને બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. બિનનફાકારી સેવા સંસ્થાના બ્રાન્ડિંગમાં વપરાતા કલર કોમ્બિનેશનને બદલે અહીં વાઇબ્રન્ટ કલર કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.
પંચાભાઇની ચા સેવા
રાજકોટમાં યોજાનાર પૂ. મોરારીબાપુની વૈશ્વિક રામકથામાં રિક્ષાચાલક પરિવાર સેવા કરી બનશે ધન્ય.
પાંચાભાઈ ભરવાડની ૩ પેઢી ૧,૦૦,૦૦૦ થી વધુ ભાવિકો માટે બનાવશે ચા પ્રસાદસદ્ભાવના વળદ્ધાશ્રમ દ્વારા વડીલો તથા વળક્ષોના શુભાર્થે યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા ઙ્કમાનસ સદભાવનાઙ્ઘમાં રાજકોટના રિક્ષાચાલક પાંચાભાઈ ભરવાડ વહેલી સવારથી કથા વિરામ સુધી ચા ની સેવા આપશે. સદભાવનાના શુભ હેતુ અને પૂ.બાપુની કથાના ભાવિક એવા પાંચાભાઈની ૩ પેઢી આ કથામાં સેવા આપવા તત્પર છે.
પાંચાભાઈ એ પૂ.મોરારિ બાપુની પ્રથમ કથા રાજકોટમાં યોજાઇ હતી ત્યારે તેમણે છાસ વિતરણની સેવા મળી હતી. એ પછી તેમણે અનેક જગ્યાએ જેમ કે હનુમાન ચાલીસા ઉત્સવ,પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની રાજકોટની કથા દરમિયાન ચા સેવા આપી છે. પાંચાભાઈ પોતે પુત્ર અને પૌત્ર એમ ૩ પેઢી સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે યોજાયેલી વૈશ્વિક રામકથામાં વહેલી સવારથી ચા બનાવવાની અને વિતરણ કરવાની સેવા બજાવશે.
પાંચાભાઈએ જણાવ્યું હતું કે ૧,૦૦,૦૦૦ લોકો દરરોજ રામકથામાં ઉપસ્થિત રહેશે અને એ તમામ માટે ચા બનાવવાનું અમને મોકો મળશે એ અમારું સદભાગ્ય છે.

ખોડિયાર રાસ મંડળ રંગ રાખશે
મંડળના કાર્યકરો વિવિધ સેવામાં : ૧૦૦ બહેનો પ્રસાદ વિતરણ સેવામાં
રાજકોટઃ સદભાવના વળદ્ધાશ્રમના વડિલો તથા વળક્ષોના શુભાર્થે યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવના માં દરરોજ હજારો ભાવિકો પ્રસાદ લેવાના છે ત્યારે રસોડામાં મેનેજમેન્ટ સેવા રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા બજાવવામાં આવશે.
શ્રી આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટનાં જાદવભાઈ મોહનભાઈ કાકડિયા, ભીખાભાઈ આંબલિયા, વલ્લભભાઇ મનજીભાઈ પટેલ અને કિશોરભાઈ મોહનભાઈ વાડોદરિયાના માર્ગદર્શનમાં ૨૫ થી વધુ સ્વયંસેવકો કથા પ્રસાદસ્થળે ઉપસ્થિત રહેશે અને રસોડાનું મેનેજમેન્ટ સંભાળશે. કેટલા ભાવિકોનો પ્રસાદ બનાવવો,ઉપરાંત પ્રસાદ વધે નહિ,ઘટે નહિ કે બગાડ ન થાય એ મેનેજમેન્ટ આ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે.
વળી ખોડલધામના ૧૦૦ બહેનો સુમિતાબેન કાપડિયાના માર્ગદર્શનમાં પ્રસાદ વિતરણની જવાબદારી નિભાવશે. આમ ભાવિકોના પ્રસાદની વ્યવસ્થામાં શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ મહત્વની જવાબદારી વહન કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
