અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
હિમાચલ ભવનની નીલામી કરવાના હાઇકોર્ટના આદેશથી ખળભળાટ
આર્બીટ્રેશન એવોર્ડની રકમ જમાં નહીં કરાવાતા કોર્ટ સરકાર પર ખફાઃ રકમ જમા કરવામાં વિલંબ કરનાર અધિકારી પાસેથી વસુલાશે વ્યાજની રકમ

શિમલાઃ હિમાચલપ્રદેશ હાઇકોર્ટ આર્બીટ્રેશન એવોર્ડનું પાલન કરાવવા માટે નવી દિલ્હીના ર૭-સિકંદર રોડ પર સ્થિત હિમાચલ ભવન જપ્ત કરવાના આદેશ આપ્યા છે. ન્યાયધીશ અજય મોહન ગોયલે સેમી હાઇડ્રો ઇલેકટ્રીક પાછર કંપની લીમીટેડ તરફથી રાજયના ઉર્જા વિભાગ વિરૂધ્ધની અરજી પર સુનાવણી પછી આ આદેશ આપ્યો હતો.
કોર્ટ ઉર્જા વિભાગના મુખ્ય સચિવને એ વાતની તથ્યાત્મક તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે કે કયા ખાસ અધિકારી અથવા અધિકારીઓની ચૂકના કારણે ૬૪ કરોડ રૂપિયાની સાત ટકા વ્યાજ સહિતની એવોર્ડ રાશી કોર્ટમાં જમા નથી થઇ. કોર્ટે કહયું કે દોષીઓની ભાળ મેળવવી એટલે જરૂરી છે કેમકે વ્યાજને દોષિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વ્યકિતગત રૂપે વસૂલવાનો આદેશ આપવામાં આવશે.
કોર્ટે ૧પ દિવસમાં તપાસ પુરી કરીને રીપોર્ટ આગામી તારીખે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. આગામી સુનાવણી ૬ ડીસેમ્બરે થશે.
હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ બાબતે કહયું કે હિમાચલ ભવન રાજયની સન્માનજનક સંપતિ છે. જયાં આપણે દશેક હિમાચલીઓ સન્માનપુર્વક જોઇએ છીએ. હિમાચલ ભવનને નીલામ કરવાનો આદેશ દુર્ભાગ્યપુર્ણ છે. તેમણે કહયું કે આ સરકાર સતત એવા નિર્ણયો લઇ રહી છે જેનાથી હિમાચલ પ્રદેશની ફજેતી થઇ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
