<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પાટનગર દિલ્હીમાં લાહોર જેવી સ્થિતિ: સવારે એર ક્વોલિટી કંટ્રોલ ૧૦૦૦ ને પાર કરી ગયો

પાટનગર દિલ્હીમાં પરિસ્થિતિ લાહોર જેવી સર્જાતી જાય છે.

જહાંગીરપૂરી, અલીપુર, નરેલા ખાતે એર ક્વોલીટી કંટ્રોલ ૧૦૦૦ ને પાર, અનુક્રમે આ ત્રણ જગ્યાએ એકયુઆઈ અનુક્રમે ૧૦૩૬,  ૧૦૧૯ અને ૯૧૮ જોવા મળ્યો છે. 

 

આ ઉપરાંત પંજાબી બાગમાં ૮૪૦, આઈ.ટી.આઈ શારદા ખાતે ૮૭૮, સોનિયા વિહાર ખાતે ૭૨૧, લોની નવી દિલ્હીમાં ૬૨૯ અને નોઈડા સેક્ટર ૧ માં ૨૪૭ એર ક્વોલીટી કંટ્રોલ હતો રહ્યો છે.

 

સવારમાં ચારે કોર ધુમ્મસ. પ્રદૂષણની કટોકટી સર્જાઈ. ટ્રેનો, વિમાની સેવાઓ અસર, શાળાઓ બંધ, વર્ગો ઓનલાઇન.

 

હવામાન ખાતાએ કહ્યું છે કે હવે સતત ઠંડીમાં વધારો થશે, તાપમાન ઘટતું જશે. આજે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલું નજરે પડ્યું હતું..

 

દિલ્હીમાં વધુમાં વધુ ૨૪ અને ઓછામાં ઓછું ૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. આજે મંગળવાર માટે ધુમ્મસ માટે ઓરેન્જ જ્યારે બુધવાર અને ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..

(9:37 AM IST)