<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

રામ મંદિરના ગર્ભગૃહમાં ૧૮૦ કિલો સોનાનું પ્રભુ રામ શ્રીયંત્ર સ્થાપિત થશે

૪૦ દિવસ સુધી મંત્રોથી અભીસિંચિત કરવાને માટે કાશી, અયોધ્યા, મથુરા સહિત ૧૦૦૧ વૈદિક આચાર્ય આમંત્રિત કરાયા

અયોધ્યા: અયોધ્યામાં રામલલા મંદિરના ગર્ભગ્રહમાં ૧૮૦ કિલો સોનાનું પ્રભુ રામ શ્રીયંત્ર સ્થાપિત થશે. કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી શંકર વિજયેન્દ્ર સરસ્વતીએ રામલલાની બાળ સ્વરૂપ પ્રતિમામાં બીજમંત્રના પ્રાણ

અભિસિંચિત કર્યા હતા. કાંચિ મઠના ધર્મ પ્રચારક રામચંદ્રનના નેતૃત્વમાં સોનાના આ શ્રીયંત્રની રથયાત્રા લઈ વૈદિક આચાર્યો સાથે સોમવારે  અયોધ્યા ખાતે કાર સેવકપુરમમા આવી પહોંચી છે. અહી ૪૦ દિવસ સુધી મંત્રોથી અભીસિંચિત કરવાને માટે કાશી, અયોધ્યા, મથુરા સહિત ૧૦૦૧ વૈદિક આચાર્ય આમંત્રિત કરવામાં આવ્યા છે.

(1:08 AM IST)