<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો: કાર પર પથ્થરમારો : માથામાં ઈજા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી NCP શરદ જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો થયો:દેશમુખ નાગપુર કાટોલમાં ચૂંટણી સભાને સંબોધીને પરત ફરી રહ્યા હતા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી NCP શરદ જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો થયો છે. આ હુમલામાં તે ઘાયલ થયો છે. દેશમુખ નાગપુર કાટોલમાં એક ચૂંટણી સભાને સંબોધીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે કારનો કાચ તૂટી ગયો હતો અને દેશમુખને ઈજા થઈ હતી. પથ્થરમારો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

(9:40 PM IST)