તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 16th November 2024
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું : ઉંચા પહાડો પર બરફવર્ષા :હિમાચલના ઉંચા પર્વતો પર હળવો વરસાદ
બે-ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે ત્યારે પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટશે

નવી દિલ્હી : લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક છે પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે ત્યારે પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટી જશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
