તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
જીવેમ શરદઃ શતમ : "ગુજરાતનું ગૌરવ" એવા અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા AIANA સંસ્થાના પ્રમુખ અને વિખ્યાત NRI ઉદ્યોગપતિ શ્રી સુનિલભાઈ નાયકનાં આજે 15 નવેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે તેમના પર વરસી રહ્યો છે શુભેચ્છાઓ નો ધોધ

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : "ગુજરાતનું ગૌરવ" એવા અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા AIANA સંસ્થાના પ્રમુખ અને વિખ્યાત NRI ઉદ્યોપતિ શ્રી સુનિલભાઈ નાયકનો આજ 15 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. અમેરિકાની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી સુનિલભાઈ દર બે વર્ષે વિશ્વભરમાં ફેલાયેલા ભારતવાસીઓને " ચાલો ઇન્ડિયા " ના આયોજન દ્વારા અમેરિકામાં એક છત્ર હેઠળ ભેગા કરવાનો વિક્રમ ધરાવે છે.
વિખ્યાત AIANA સંસ્થાના ના પ્રમુખ તથા સુવિખ્યાત મોટેલિયર ઉદ્યોગપતિ શ્રી સુનિલભાઈ નાયક ઉપર આજ તેમના જન્મદિવસ નિમિત્તે ચારે દિશાઓમાંથી " જીવેમ શરદઃ શતમ ” શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. શ્રી સુનિલભાઈનું ઇમેઇલ એડ્રેસ ([email protected]) છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
