તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા : પ્રકાશ પર્વ નિમિત્તે શ્રી નનકાના સાહિબ જતા હતા
શ્રી ગુરુ નાનક દેવજીના 555મા પ્રકાશ પર્વમાં ભાગ લેવા માટે શ્રી નનકાના સાહિબ જઈ રહેલા એક હિન્દુ ભક્તની ગોળી મારીને હત્યા :લૂંટારુઓએ લાખોની રોકડની લૂંટ કરી

પાકિસ્તાનના લાહોરમાં એક હિન્દુ શ્રદ્ધાળુને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, હિન્દુ શ્રદ્ધાળુ શ્રી ગુરુ નાનક દેવજીના 555મા પ્રકાશ પર્વમાં ભાગ લેવા માટે શ્રી નનકાના સાહિબ જઈ રહ્યા હતા. રસ્તામાં લૂંટારુઓએ તેને ગોળી મારી દીધી હતી.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના લરકાના શહેરના રહેવાસી રાજેશ કુમાર પોતાના મિત્ર અને સંબંધી સાથે કારમાં લાહોરથી નનકાના સાહિબ જઈ રહ્યા હતા. લાહોરથી લગભગ 60 કિલોમીટર દૂર માનનવાલા-નનકાના સાહિબ રોડ પર રસ્તામાં ત્રણ લૂંટારાઓએ તેમને રોક્યા. પોલીસના જણાવ્યા અનુસાર લૂંટારાઓએ ત્રણેય પાસેથી સાડા ચાર લાખ પાકિસ્તાની રૂપિયાની લૂંટ કરી હતી. કાર ચાલક પાસેથી 10 હજાર પાકિસ્તાની રૂપિયા પણ છીનવી લીધા હતા. પરંતુ આ દરમિયાન રાજેશ કુમારે લૂંટારુઓનો વિરોધ કર્યો હતો. બદલામાં લૂંટારાઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો હતો.
ગોળી વાગ્યા બાદ રાજેશ કુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે તેમનું મોત થયું હતું. એક સંબંધીની ફરિયાદ પર પાકિસ્તાન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે શ્રી ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ પર તેમના જન્મસ્થળ ગુરુદ્વારા શ્રી નનકાના સાહિબ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકાશ પર્વમાં ભાગ લેવા માટે ભારતમાંથી 2,500 થી વધુ શીખ શ્રદ્ધાળુઓ પણ પાકિસ્તાન પહોંચી ગયા છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
