<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

દિલ્હીના સરાય કાલે ચોકનું નામ બદલીને બિરસા મુંડા ચોક રખાયું : ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી

"આ પ્રતિમા અને તે ચોકનું નામ જોઈને માત્ર નાગરિકો જ નહીં પણ દિલ્હીના ઇન્ટરનેશનલ બસ સ્ટેન્ડ પર આવતા લોકો તેમના જીવનમાંથી ચોક્કસ પ્રેરણા લેશે."

દિલ્હીના સરાય કાલે ખાન ચોકનું નામ બદલીને બિરસા મુંડા ચોક કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી. હવે આ ચોક ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખાશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટરે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પર ચોકનું નામ બદલવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના ભૂતપૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું, "હું આજે જાહેરાત કરું છું કે સરાય કાલે ખાન ISBT બસ સ્ટેન્ડની બહારનો ચોક હવે ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખાશે. આ પ્રતિમા અને તે ચોકનું નામ જોઈને માત્ર નાગરિકો જ નહીં. દિલ્હીના ઇન્ટરનેશનલ બસ સ્ટેન્ડ પર આવતા લોકો તેમના જીવનમાંથી ચોક્કસ પ્રેરણા લેશે."

ઝારખંડમાં ભગવાનની જેમ પૂજવામાં આવતા અબા બિરસા મુંડાની આજે 150મી જન્મજયંતિ છે. દેશ તેમની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ રાંચી અને આજના ખુંટી જિલ્લાના ઉલિહાટુ ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. બિરસાના પિતાનું નામ સુગના મુંડા હતું. તેમની માતાનું નામ કર્મી મુંડા હતું.

 

(5:52 PM IST)