તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ગોધરા કાંડ પાછળ છુપાયેલી દર્દનાક કહાની સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ
કંગુવા બાદ હવે વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ બાદ જાણો દર્શકો દ્વારા આ ફિલ્મને કેવી પ્રતિક્રિયા મળી

નવી દિલ્હી તા.૧૫ : સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઈ ગઈ છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ ફિલ્મ ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત છે. જેમાં સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવા સાથે આ કહાણી જોડાયેલી છે.
શું છે ફિલ્મની કહાણી
ફિલ્મની કહાણી ગોધરા 2002 ટ્રેન દુર્ઘટનાનું સત્ય જાણવા માટે શરૂ થાય છે. જે હકીકત હિન્દી ભાષાના પત્રકાર સમર કુમાર (વિક્રાંત મેસી) અને અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિત વચ્ચે સત્ય અને અસત્ય વચ્ચે લડી રહી છે. વાર્તામાં અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે અમૃતા ગિલ (રાશિ ખન્ના) પ્રવેશે છે. જે સમરના અધૂરા પ્રયાસોને નવી પાંખો આપવા આ સમગ્ર ઘટનાની તપાસ કરે છે.
ગોધરા કાંડની વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ
ધ સાબરમતી રિપોર્ટ મૂવીની વાર્તા ગોધરા ઘટના અંગે દર્શકોના અભિપ્રાયને બદલી શકે છે. ફિલ્મમાં સમાજની વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી કદાચ બહુ ઓછા લોકો પરિચિત હશે. પરંતુ આ ફિલ્મ રિલીઝ થયા બાદ ક્યાંકને ક્યાંક એકતા કપૂરને નવા વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ફિલ્મને લઈને દર્શકોના બે અલગ-અલગ અભિપ્રાય બનતાં જોઈ શકાય છે.
ટ્રેન સળગાવવા જેવા દ્રશ્યોમાં VFX ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સિનેમેટોગ્રાફી થોડી નબળી લાગે છે. એક નિર્માતા તરીકે એકતા કપૂરે આ વખતે ટીવી શો અને એડલ્ટ કન્ટેન્ટની લાઇનથી દૂર જઈને અલગ સ્ટોરી સાથે થિયેટરોમાં પ્રેક્ષકોને મનોરંજન આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
ટ્વીટર પર દર્શકોએ ફિલ્મને લઈને શું કહ્યું, જાણો
યુઝર્સે ટ્વિટર પર લખ્યું છે કે ફિલ્મનો પહેલો ભાગ સારો છે. તો બીજો ભાગ થોડો ધીમો છે. 2002માં ગોધરાની ઘટનાને મીડિયાએ કેવી રીતે કવર કર્યું સહિત તે રાજકીય એજન્ડા અને પીડિતો વિશે પણ જણાવે છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
