<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

જાપાનની રાજકુમારી અને જાપાનના સમ્રાટ હિરોહિતોના ભાઈની પત્ની તથા શાહી પરિવારની સૌથી વૃદ્ધ સભ્ય યુરિકોનું 101 વર્ષની વયે અવસાન,

દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ થયું તેના કેટલાક મહિના અગાઉ જ યુરિકો અને રાજકુમાર મિકાસાના લગ્ન થયા હતા : અમેરિકા દ્વારા ટોક્યોમાં કરવામાં આવેલા બોમ્બમારામાં મિકાસા અને યુરિકોનું ઘર સળગી ગયું હતું

નવી દિલ્હી તા.૧૫ : જાપાનની રાજકુમારી યુરિકોનું અવસાન થયું છે. યુરિકોનું સ્વાસ્થ સંબંધિત સમસ્યાને લીધે અવસાન થયું હતું. તેમનું 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનના સમ્રાટ હિરોહિતોના ભાઈની પત્ની તથા શાહી પરિવારની સૌથી વૃદ્ધ સભ્ય હતી. તેમના મોતની માહિતી રાજમહેલ અધિકારીઓએ આપી છે. 

ઈમ્પીરિયલ હાઉસહોલ્ડ એજન્સીએ જણાવ્યું હતું કે યુરિકોના ટોક્યોની એક હોસ્પિટલમાં શુક્રવારે અવસાન થયું છે એજન્સીએ રાજકુમારીના અવસાન અંગે કોઈ ચોક્કસ કારણ રજૂ કર્યું નછી. જોકે જાપાની મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. યુરિકોનો જન્મ વર્ષ 1923માં થયો હતો. 

કેવુ રહ્યું રાજકુમારીનું જીવન

18 વર્ષની ઉંમરે તેમના લગ્ન હિરોહિતોના નાના ભાઈ રાજકુમાર મિકાસા સાથે થયા હતા. રાજકુમાર મિકાસા, જાપાનના વર્તમાન સમ્રાટ નારુહિતોના કાકા છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ થયું તેના કેટલાક મહિના અગાઉ જ યુરિકો અને રાજકુમાર મિકાસાના લગ્ન થયા હતા. 

અમેરિકાના હુમલામાં ઘર સળગી ગયું હતું

દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતિમ મહિનામાં અમેરિકા દ્વારા ટોક્યોમાં કરવામાં આવેલા બોમ્બમારામાં મિકાસા અને યુરિકોનું ઘર સળગી ગયું હતું. ત્યારબાદ તેઓ પતિ તથા બાળકો સાથે એક જ આશ્રય ગૃહમાં રહ્યા હતા. યુરિકોના પાંચ બાળકો હતા. રાજકુમારી અગાઉ તેમના પતિ તથા ત્રણ બાળકોના મોત થયા છે.

(5:07 PM IST)