<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

આજે ર૧ લાખ દીવાઓથી ઝગમગશે કાશી : નમો ઘાટનું ઉદ્ધાટન

આ મહાપર્વમાં ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર રહેશે

વારાણસી તા.૧પ : કાશીમાં દેવતાઓની દિવાળી એટલે કે દેવદિવાળી કાર્તિક પૂર્ણિમાએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા ૪ દાયકામાં આ પરંપરાએ લોકપર્વ અને મહોત્‍સવનું સ્‍વરૂપ લીધું છે અને વર્ષ-દર-વર્ષે વધતું જાય છે. આ વખતે આજે શુક્રવારે દેવ દિવાળી પર વારાણસીમાં કુલ ર૧ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે જ આ ક્ષણના સાક્ષી બનવા માટે દેશ અને દુનિયામાંથી લાખો પ્રવાસીઓ અને શ્રધ્‍ધાળુંઓ કાશી આવે છે. આજે દેવદીવાળી પર ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર રહેશે અને નમો ઘાટનું ઉદ્ધાટન કરશે. આજે એટલે કે શુક્રવારે સાંજે નમો ઘાટનો ઉદ્ધાટન સમારોહ બપોરે ૩:૩૦ વાગ્‍યાથી શરૂ થશે અને સાંજે પઃ૩૦ સુધી ચાલશે, ત્‍યારબાદ તમામ ડેલિગેટસ નમસ્‍તે મુદ્વાના સ્‍થાને દીવાનું દાન કરીને દેવ દીવાળીની શરૂઆત કરશે અને દીવા પ્રગટાવવાનું શરૂ થશે. આ જ ક્રમમાં નમો ઘાટ પર પણ આતશબાજી થશે. આ ઉપરાંત ચેતસિંહ ઘાટ પર ૧૮-૧૯ મિનીટનો પ્રોજેકશન શો થશે. જે કાશીની પૌરાણિક કથાઓ ગંગાની ઉત્‍પતિ અને દેવદિવાળી વિશે જણાવશે આ ચેતનસિંહ ઘાટ પર લેસર શો પણ થશે. આ ઉપરાંત કોલ્‍ડ ગ્રીન પીરોના શો નું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. ડિવીઝનલ કમિશ્નર કૌશલરાજે ેદીવાની સંખ્‍યા વિશે જણાવ્‍યું હતું કે આજે ૧૧ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જેમાંથી ૮ લાખ દીવા માટીના અને બાકી દીવા ગાયના છાણના છે. આ ઉપરાંત લોક સહકારણી ૪-પ લાખ વરૂણા નદી અને અસ્‍સી નદી પરના તળાવો પર દીવા પ્રટગાવવામાં આવશે. આ રીતે ૧પ-૧૬ લાખ દીવા પ્રગટાવવામા઼ં આવશે અને દિવાળીની થીમ પર પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેની થીમ ‘સ્‍વચ્‍છ ધાટ-સ્‍વચ્‍છ કાશી' હશે. દેવ દિવાળી નિમીતે વહીવટી તંત્ર દ્વારા પણ જારશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્‍દ્રીય દેવ દિવાળી અને આરતી સમિતીએ પણ તૈયારીઓ કરી લીધી છે. સમિતીના અધ્‍યક્ષ આચાર્યા વાગીશ શાષાીએ જણાવ્‍યું હતું કે ‘આજે દેવ દીપાવલીની થીમ' જાતિ પંત અનેક હમ સનાતની એક છે. તે બુધ્‍ધ હોય, જૈન હોય, ગુરૂનાનક દેવ હોય, કબીરદાસ અને રવિદાસજીને પણ દીવા સમર્પિત કરવામાં આવશે. સમગ્ર વિશ્વ માટે આ આヘર્યજનક છે જયારે તમામ ઘાટો, ગોમતી વરૂણાના ર૦ સ્‍થળો સહિત રર૦ સ્‍થળોએ ર૧ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. કેવી રીતે ૧૦ મીનીટમાં લાખો દીવા મેન્‍યુઅલ હાથથી પ્રગટાવવામાં આવે છે અને આ તે જગ્‍યા છે જયાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ જોવા માટે આવે છે.

(4:24 PM IST)