<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પાકિસ્‍તાનમાં વાયુ પ્રદુષણની પરાકાષ્‍ઠાઃ ૩ મહિના માટે લગ્નો પર રોક

લાહોર વિશ્‍વનું સૌથી પ્રદુષીત શહેર બન્‍યું: ૧પ હજાર લોકો હોસ્‍પીટલના બીછાનેઃ સ્‍કૂલો બંધ

લાહોર, તા.૧૫: પાકિસ્‍તાનનું લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્‍યું છે. રિપોર્ટ મુજબ, આશરે ૧૫,૦૦૦ લોકોને શ્વાસની તકલીફ, અસ્‍થમા તેમજ શ્વાસ સંબંધી સમસ્‍યાના કારણે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. એક સમયે લાહોર તેની હરિયાળી તેમજ બાગ-બગીચાના કારણે વિશ્વમાં જાણીતું હતું. પરંતુ હવે વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ સમસ્‍યાનું મુખ્‍ય કારણે વાહનોમાંથી નીકળતો ધૂમાડો, બાંધકામના સ્‍થળે ઉડતી ધૂળ અને ઔદ્યોગિક પ્રદૂષણ છે.

રિપોર્ટ્‍સ મુજબ, લાહોરની હોસ્‍પિટલમાં સુકી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, નિમોનિયા તથા માથામાં દુખાવા જેવી સમસ્‍યાથી પીડાતા લોકોની સંખ્‍યા વધી છે. મેયો હોસ્‍પિટલમાં ૪૦૦૦થી વધારે, જિન્ના હોસ્‍પિટલમાં ૩૫૦૦થી વધારે, ગંગારામ હોસ્‍પિટલમાં ૩૦૦૦ જેટલા અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં ૨૦૦૦થી વધારે દર્દી દાખલ છે. પાકિસ્‍તાનના ડોક્‍ટર અશરફ જિયાએ બાળકો, અસ્‍થમા અને હૃદયના દર્દીને ધુમ્‍મસના સીધા સંપર્કમાં ન આવવા ચેતવણી આપી છે.

નાસાના મોડર્ટ રેઝોલ્‍યુશન ઈમેજિંગ સ્‍પેક્‍ટર રેડિયોમીટરે ઉત્તર પાકિસ્‍તાનમાં છવાયેલા ધુમ્‍મસની તસવીર શેર કરી છે. નાસાના એમઓડીઆઈએએસે કહ્યું, નવેમ્‍બરની શરૂઆતથી જ ઉત્તર પાકિસ્‍તાના આકાશમાં ધુમ્‍મસની મોટી ચાદર છવાઈ ગઈ છે. તેની હવાની ગુણવત્તા બગડી છે. સ્‍કૂલો બંધ થઈ ગઈ છે અને સેંકડો લોકો હોસ્‍પિટલમાં દાખલ છે. પાકિસ્‍તાન ધુમ્‍મસના સંકટથી બચવા શકય તમામ કોશિશ કરી રહ્યું છે. લગ્નો પર ૩ મહિના ઙ્કતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

સ્‍વાસ્‍થ્‍ય નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ, જો તાત્‍કાલિક કોઈ ઉપાય ન કરવામાં આવે તો સ્‍થિતિ બગડી શકે છે. સરકારે પ્રદૂષણ ફેલાવતાંસ્ત્રોતો પર નિયંત્રણ લગાવવું જોઈએ. આ ઉપરાંત લોકોને પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટનો ઉપયોગ કરવા પ્રોત્‍સાહિત કરવા જોઈએ. માસ્‍ક ફરજીયાત પહેરવું જોઈએ અને એર પ્‍યૂરીફાયરનો ઉપયોગ કરવો જોઈએ.

(4:06 PM IST)