તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
બિહારમાં વિચિત્ર કૌભાંડ : ચૂંટણી કર્મચારીઓએ રોજની ૧૦ થાળી ભોજન લીધુ : ૧૮ કરોડનું બિલ જોઇ તંત્ર ચોંકયું
કલેકટરે બિલ અટકાવ્યું : તપાસના આદેશો

પટના, તા.૧૫: બિહારના પટનામાં એક વિચિત્ર કૌભાંડ સામે આવ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન, એક ચૂંટણી કર્મચારીઓએ કથિત રીતે દિવસમાં ૧૦ પ્લેટ ભોજન ખાધુ હતુ, જેમાં નાસ્તો, પાણી અને ચાનું બિલ લગભગ ૧૮ કરોડ રૂપિયા હતું. વાસ્તવમાં, આ વાત ત્યારે સામે આવી જ્યારે સરકારે બિહારમાં ચૂંટણી ખર્ચની વિગતોની સમીક્ષા કરી. જ્યારે ૧૮ કરોડ રૂપિયાનું બિલ પેમેન્ટ માટે પટના ડીએમ પાસે પહોંચ્યું ત્યારે હોબાળો મચી ગયો હતો. જો કે, જ્યારે પટના ડીએમએ બિલની તપાસ કરાવી ત્યારે ખર્ચ ૨ કરોડ ૪૯ હજાર રૂપિયા પર અટકી ગયો.
ડીએમના આદેશ પર એડીએમ (સપ્લાય)ના નેતળત્વમાં ત્રણ સભ્યોની ટીમે આ મામલાની તપાસ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચૂંટણી દરમિયાન રોજના ૧૦ પ્લેટ ભોજન આપવા માટે એક કર્મચારી પર દર્શાવવામાં આવેલ ખર્ચ બોગસ હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ખાદ્ય પુરવઠા વિક્રેતાઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને સબમિટ કરવામાં આવેલા બિલોમાં મોટી ગેરરીતિઓ જોવા મળી હતી. ચૂંટણી દરમિયાન ત્રણ કંપનીઓએ કર્મચારીઓને ભોજન અને નાસ્તો પૂરો પાડ્યો હતો. કંપનીઓએ દાવો કર્યો હતો કે તેમણે ચૂંટણી દરમિયાન કરોડો રૂપિયાના ખાદ્યપદાર્થો અને અન્ય ખાદ્ય પદાર્થોનો સપ્લાય કર્યો હતો પરંતુ ત્રણ સભ્યોની ટીમની તપાસમાં આ વાત ખોટી સાબિત થઈ હતી.
કંપનીઓના બિલમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ડીએમના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓને એક પોલીસકર્મીના ઘરમાં ૧૦૦ લોકોના બેસવાની ક્ષમતાવાળો એક હોલ મળ્યો. બિલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ત્યાં ૮૦ થી ૯૦ પંખા અને બલ્બ લગાવવામાં આવ્યા છે, જે અનિયમિતતાની શંકા ઉભી કરે છે.
તમને જણાવી દઈએ કે આ બિલોની ચકાસણી કરવા માટે સંબંધિત વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પટના બોલાવવામાં આવ્યા હતા અને બિલોની ચકાસણી કરવામાં આવી હતી. આ પછી સામે આવ્યું કે ચૂંટણી દરમિયાન પોલીસકર્મીઓના ઘરે આટલી મોટી સંખ્યામાં પંખા અને બલ્બ લગાવી શકાય નહીં. આ વાત સામે આવ્યા બાદ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા બિલની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેમના દાવાઓમાં વિસંગતતાની પુષ્ટિ થયા પછી, બાકીના બિલોને નકલી જાહેર કરવામાં આવ્યા હતા.(૨૩.૯)
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
