તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
લાહોરમાં ૧૨ લાખ લોકો બિમાર : કુલ ૨૦ લાખ હોસ્પિટલમાં
પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ઝેરી હવાનો આતંક : લોકોને શ્વાસની સમસ્યા : છાતીમાં બળતરા : લોકોને ઘરોમાં રહેવા તાકિદ : લોકડાઉનની સ્થિતિઃ શાળા-કોલેજો બંધ : લગ્નો ઉપર ૩ મહિનાનો પ્રતિબંધ : પાકિસ્તાનને પ્રદુષણનો અજગરી ભરડો

લાહોર, તા.૧૫: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વાયુ પ્રદૂષણે હાહાકાર મચાવ્યો છે. તેની સૌથી વધુ અસર પંજાબના મોટા શહેર લાહોરમાં જોવા મળી રહી છે, પરંતુ સમગ્ર રાજ્ય પ્રભાવિત છે. સ્થિતિ એવી છે કે વાયુ પ્રદૂષણને કારણે લગભગ ૨૦ લાખ લોકો બીમાર પડ્યા છે અને તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા છે. પાકિસ્તાની પંજાબના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, પ્રદૂષણથી પીડિત ૧૯ લાખ ૩૪ હજારથી વધુ લોકોએ હોસ્પિટલોનો સંપર્ક કર્યો. લાહોરમાં ૧૨ લાખ લોકો બીમાર પડ્યા છે. લોકોને શ્વાસની સમસ્યા અને છાતીમાં બળતરા થવાની ફરિયાદો છે. પાકિસ્તાનમાં ઝેરી હવાના હાહાકારને કારણે શાળાપ્રકોલેજો બંધ કરવામાં આવી છે અને લગ્નો પર ૩ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સ્થિતિ એવી છે કે તમામ ચિંતાઓ છતાં લાહોરમાં હવા ગુણવત્તા સૂચકાંક ૧૦૦૦થી ઉપર છે. રાત્રે તે ૧૧૦૦ સુધી પહોંચી ગયો હતો. છેલ્લા બે સપ્તાહમાં લાહોર સહિત સમગ્ર પંજાબમાં સ્થિતિ વણસી ગઈ છે. મુલતાનમાં પણ પ્રદૂષણ તેની ટોચે પહોંચી ગયું છે અને ત્યાંનો હવા ગુણવત્તા સૂચકાંક બે વખત ૨૦૦૦ને પાર કરી ગયો છે. સ્થિતિ એવી છે કે લાહોરમાં સરકારે લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપી છે અને માત્ર જરૂરી કામ માટે જ બહાર નીકળવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય નિષ્ણાતોનું કહેવું છે કે લાહોરમાં ગત વર્ષની સરખામણીમાં પ્રદૂષણનું સ્તર ૨૩ ટકા વધ્યું છે.
આ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને માનસિક વિકળતિઓ પણ થઈ રહી છે. ઘણા લોકોને આ કારણે ડિપ્રેશન જેવી સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો છે. તેની અસર બાળકોના વિકાસ પર પણ જોવા મળે છે. પાકિસ્તાનમાં આ પહેલીવાર છે જ્યારે પ્રદૂષણને કારણે બીમાર પડેલા લોકોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. આ ડેટામાં શ્વસન સંબંધી સમસ્યાઓ, અસ્થમા, હૃદય રોગ, સ્ટ્રોક અને આંખમાં બળતરા જેવા રોગોનો સમાવેશ થાય છે.
આ ડેટા લોકોના સ્વાસ્થ્ય પરની અસરનું ચોક્કસ ચિત્ર આપતું નથી, પરંતુ તે દર્શાવે છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. તે જ સમયે, મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ હોસ્પિટલ વગેરેમાં જતા નથી અને ઘરે જ અલગપ્રઅલગ રીતે સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરે છે.
પાકિસ્તાનમાં લગ્નો પર ત્રણ મહિનાનો પ્રતિબંધ
પાકિસ્તાન સ્મોગની સમસ્યાને પહોંચી વળવા માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યું છે. જેમાં પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જારી કરવા માટે લગ્નો પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાદવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલા અન્ય પગલાઓમાં રાજ્યમાં શાળાઓ અને કોલેજોને બંધ કરવાનો સમાવેશ થાય છે.
સરકારે શાળાઓ બંધ કરવા, વધુ પડતા ધુમાડા છોડતા વાહનો પર પ્રતિબંધ, બાર્બેક પર પ્રતિબંધ અને મનોરંજન સ્થળોની મુલાકાત લેવા જેવા પગલાં અજમાવ્યા છે. આ સાથે નાગરિકોને વધુમાં વધુ સમય ઘરની અંદર વિતાવવાની સલાહ આપવામાં આવી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
