News of Friday, 15th November 2024
મૂળ ગુજરાતના કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પ આપી શકે છે મોટી જવાબદારી
-- ગુજરાતી મૂળના કાશ પટેલ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ સાથે જોડાયેલા છે. જ્યારે રામ મંદિરમો મુદ્દો આવ્યો ત્યારે તેમણે ખુલીને રામ મંદિરના પક્ષમાં નિવેદન આપ્યું હતું.

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કેબિનેટમાં એક પછી એક વ્યક્તિની નિમણૂક કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ મુખ્ય પદો પર તેમના સૌથી વફાદાર વ્યક્તિઓની પસંદગી કરી રહ્યા છે. જેથી તેમને ભવિષ્યમાં તેમના જ સહયોગીઓના પ્રેશરમાં આવવું ન પડે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ મુળ ગુજરાતી કાશ પટેલને મોટી જવાબદારી આપી શકે છે. તેમને ટ્રમ્પના વફાદાર માનવામાં આવે છે.
44 વર્ષીય કાશ પટેલનું પુરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. તેમનો જન્મ 1980 માં ન્યુયોર્કમાં મૂળ ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ રુપથી વડોદરાનો રહેવાસી છે. જો કે તેમના માતા પિતા યુગાન્ડામાં રહેતા હતા. રાજકીય તણાવને કારણે તેઓ 1970 ના દાયકામાં અમેરિકા આવ્યા હતા.
કાશ પટેલે 2004માં તેમણે રિચમંડ યુનિવસિર્ટીમાંથી તેમનો કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને એક વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. કાશ પટેલે થોડો સમય એક લો ફર્મમાં કામ કર્યું, બાદમાં તેમને એક સરકારી ક્ષેત્રમાં કામ કરવાની તક મળી. 2013 માં તેઓ એક ન્યાય વિભાગમાં જોડાયા. ત્રણ વર્ષ બાદ તેમને ગુપ્તચર વિભાગમાં એક સ્થાયી સમિતિમાં એક કર્મચારી રુપે નિયુક્ત કરાયા.
આદરમિયાન તેઓ હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીમનાં રિપ્લિકન સદસ્ય ડેવિન નુન્સના નેતૃત્વમાં કામ કરી રહ્યા હતા, જે ટ્રમ્પના સમર્થક હતા. 2016ની યુએસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન તેઓ ટ્રમ્પના ખૂબ નજીકી વ્યક્તિ બની ગયા હતા. 2020 માં ટ્રમ્પે તેમને સંરક્ષણ વિભાગમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા હતા.
ગુજરાતી મૂળના કાશ પટેલ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ સાથે જોડાયેલા છે. જ્યારે રામ મંદિરમો મુદ્દો આવ્યો ત્યારે તેમણે ખુલીને રામ મંદિરના પક્ષમાં નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે વિદેશી મીડિયાની આલોચના કરી હતી.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
