તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
વડાપ્રધાન મોદીએ બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવ્યો : ૬૬૪૦ કરોડની અનેક વિકાસ પરિયોજનાની ભેટ આપી
બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જ્યંતી પર એક સ્મારક સિક્કો અને ડાક ટિકિટનું અનાવરણ કર્યુ

પટના, તા.૧૫: વડાપ્રધાન મોદી આજે બિહારના જમુઈમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે તેઓ બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાન મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રૂ. ૬,૬૪૦ કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યા.
આ પ્રસંગે વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન હેઠળ બનેલા ૧૧,૦૦૦ મકાનોના ઉદઘાટનમાં હાજરી આપી? તેઓ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધારવા માટે PM-જનમન હેઠળ શરૂ કરાયેલા ૨૩ મોબાઈલ મેડિકલ યુનિટ્સ (MMUs) અને ધરતી આબા આદિવાસી ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAZGUA) હેઠળ વધારાના ૩૦ પ્પ્શ્નું પણ ઉદઘાટનકર્યું.
પ્રધાનમંત્રી આદિવાસી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આજીવિકા નિર્માણમાં મદદ કરવા માટે ૩૦૦ વન ધન વિકાસ કેન્દ્રો અને આદિવાસી વિદ્યાર્થીઓને સમર્પિત આશરે રૂ.૪૫૦ કરોડના ખર્ચે ૧૦ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદઘાટન કર્યું. તેઓ આદિવાસી સમુદાયોના સમળદ્ધ ઇતિહાસ અને વારસાના દસ્તાવેજીકરણ અને જાળવણીના ઉદ્દેશ્ય સાથે મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે બે આદિજાતિ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયો અને શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) અને ગંગટોક (સિક્કિમ) ખાતે બે આદિજાતિ સંશોધન સંસ્થાઓનું પણ ઉદ્ધાટન કર્યું.
વડાપ્રધાન મોદી આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા માટે ૫૦૦ કિમીના નવા રસ્તાઓ અને ૧૦૦ બહુહેતુક કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો. જે પીએમ જનમન હેઠળ સમુદાય કેન્દ્રો તરીકે કાર્ય કરશે. તેઓ આદિવાસી બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રતિબદ્ધતાને આગળ વધારતા રૂ.૧,૧૧૦ કરોડથી વધુના ખર્ચની ૨૫ વધારાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ પણ કર્યો.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
