<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

૨૦૫૦માં ૧ કરોડ રૂપિયાનું વાસ્‍તવિક મૂલ્‍ય ૨૩.૩૫ લાખ જેટલું રહેશે

છેલ્લા ઘણા વર્ષોના મોંઘવારીના ઈતિહાસના આધારે, આપણે સરેરાશ વાર્ષિક ૬% મોંઘવારીનો દર માન્‍યો છે : જો આ દર દર વર્ષે ચાલુ રહે તો ૨૦૫૦માં આ દરના આધારે રૂ.૧ કરોડની ખરીદ શક્‍તિમાં નોંધપાત્ર ઘટાડો આવશે

નવી દિલ્‍હી, તા.૧૫: વર્તમાન મોંઘવારીના સમયમાં, ભવિષ્‍ય માટે પૈસા બચાવવાનું અને રોકાણ કરવું એક મહત્‍વપૂર્ણ પગલું છે. જો તમે ૨૦૫૦ સુધીમાં રૂ. ૧ કરોડ જેટલી મૂડી મેળવવાની આશા રાખી રહ્યા છો, તો એ જાણવું જરૂરી છે કે વધતી મોંઘવારીની કેવી અસર પડશે. અહીં ChatGPTની મદદથી અમે જાણીશું કે ૨૦૫૦માં રૂ. ૧ કરોડનું મૂલ્‍ય કેટલું રહેશે.મોંઘવારીના દરથી ખરીદ શક્‍તિ પર સીધી અસર પડતી હોય છે. જો તમે વિચારી રહ્યા છો કે હું અત્‍યારે એટલું કમાઈ લઇ કે ૨૦૫૦ સુધી ૧ કરોડ રૂપિયા મળી જાય. જોકે, આજના સમયે લોકો ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખીને ઘણા પ્‍લાન કરતા હોય છે પરંતુ શું તમે જે વિચારીને બેઠા છો તેવું ભવિષ્‍યમાં થશે જ? ChatGPT અનુસાર, ૨૦૫૦માં રૂ. ૧ કરોડની કિંમત શું હશે તે મોંઘવારીના દર ઉપર આધાર રાખે છે. મોંઘવારી દર દર વર્ષે વધે છે, જેના કારણે આપણે આજના સમાન મૂલ્‍ય માટે ભવિષ્‍યમાં વધુ પૈસા ચૂકવવા પડે છે. છેલ્લા ઘણા વર્ષોના મોંઘવારીના ઈતિહાસના આધારે, આપણે સરેરાશ વાર્ષિક ૬્રુ મોંઘવારીનો દર માન્‍યો છે. જો આ દર દર વર્ષે ચાલુ રહે તો ૨૦૫૦માં આ દરના આધારે રૂ. ૧ કરોડની ખરીદ શક્‍તિમાં નોંધપાત્ર ઘટાડો આવશે.

૨૦૫૦માં રૂ. ૧ કરોડની કિંમતનો અંદાજ લગાવવા માટે ઘ્‍ત્રર્્ીદ્દઞ્‍ભ્‍વ્‍ એ ચોક્કસ ફોર્મ્‍યુલાનો ઉપયોગ કર્યો. આ ફોર્મ્‍યુલા ‘ફયુચર વેલ્‍યુ' અને પ્રેઝન્‍ટ વેલ્‍યુ વચ્‍ચેના સંબંધ પર આધારિત છે, જે મોંઘવારીના દર અને સમયગાળાના આધારે ફાળવવામાં આવે છે. ૬% મોંઘવારી દર અને ૨૬ વર્ષના સમયગાળાના આધારે આ સૂત્રની મદદથી, ૨૦૫૦માં ૧ કરોડ રૂપિયાનું વાસ્‍તવિક મૂલ્‍ય ૨૩.૩૫ લાખ જેટલું રહેશે.

ગણતરી માટે ઉપયોગમાં લેવાયેલ ફોર્મ્‍યુલાઃ

વર્તમાન મૂલ્‍યઃ રૂ. ૧ કરોડ

મોંઘવારી દરઃ ૬% (૦.૦૬)

સમયગાળોઃ ૨૬ વર્ષ (૨૦૨૪ થી ૨૦૫૦)

આ રીતે, મોંઘવારીના દરને ધ્‍યાનમાં રાખતાં, ૨૦૫૦માં ૧ કરોડ રૂપિયાની ખરીદ શક્‍તિમાં ૭૬% જેટલો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે, આજના ૧ કરોડ રૂપિયાની કિંમત ૨૦૫૦માં ફક્‍ત ૨૩.૩૫ લાખ જેટલી જ થઇ જશે.

આ ચિંતાજનક છે કે મોંઘવારી દર વધવાથી ભાવ દિવસે ને દિવસે વધતા જ જશે, અને આવક અથવા બચત ભવિષ્‍યમાં તેની આજના સમાન મૂલ્‍યની સરખામણીમાં બહુ ઓછી રહેશે. જો તમે ૨૦ વર્ષ સુધી રોકાણ કરીને મોટો ફંડ જમા કરો છો, તો પણ ભવિષ્‍યમાં તે ફંડની કિંમત આજે છે તેનાથી ઘણી ઓછી હશે. મોંઘવારી દર વધવાથી સામાન્‍ય જીવનની ઘણી વસ્‍તુઓ મોંઘી થઈ જશે, અને ખર્ચ વધશે.

મોંઘવારી દર સાથે રાખીને ભવિષ્‍ય માટે રોકાણ કરવાની તૈયારી એ દરેક માટે મહત્‍વપૂર્ણ છે. જો કે, આમાં મુખ્‍ય પ્રશ્‍ન એ છે કે તમે કરેલા રોકાણો અને બચત ભવિષ્‍યમાં કેટલું મહત્‍વ ધરાવશે. વધતી મોંઘવારી સાથે તમારી બચત અથવા રોકાણ ભવિષ્‍યમાં કેટલાં મૂલ્‍યવાન બનશે તે જાણી શકાય તેમ નથી, પરંતુ આ ગણતરી અનુસાર, ૨૦૫૦માં વધેલા ખર્ચને પહોંચી વળવા માટે આપણી બેગમાં પૈસા ઓછા હશે.

નોંધઃ- આ એક અનુમાન લગાવવામાં આવ્‍યું છે જેને ખાસ ધ્‍યાનમાં લેવું..(

(10:38 AM IST)