તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
૨૫ કે પછી ૩૦ વર્ષ... છોકરા અને છોકરી માટે લગ્ન કરવાની સાચી ઉંમર કઈ ?
યોગ્ય સમયે લગ્ન કરવાથી આપણને પાર્ટનરને સમજવા અને સંભાળવાની પરિપક્વતા મળી જાય છે

નવી દિલ્હી, તા.૧૫: લગ્ન, જીવનનો એક મહત્વનો ભાગ છે. પણ શું આ ફક્ત પ્રતિબદ્ધતાથી વધારે કંઈ નથી કે પછી બીજું કંઈ? સત્ય એ છે કે, લગ્નનું આ બંધન આપણા જીવનની સફરને શાનદાર બનાવી શકે છે. પણ તેના માટે યોગ્ય સમય પર લગ્ન કરવા ખૂબ જ જરૂરી છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી આપણને પાર્ટનરને સમજવા અને સંભાળવાની પરિપક્વતા મળી જાય છે. જે લગ્નને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
જ્યારે આપણે કોઈને પૂરેપૂરું સમજવા માટે પરિપક્વ થઈ જઈએ તો, ત્યારે જ લગ્ન માટે તૈયાર થઈએ છીએ. જો આપ કોઈને સમજ્યા વિના લગ્ન કરી લેશો, તો હંમેશા ઝઘડા અને છૂટાછેડાનો ડર રહેશે. એટલા માટે આ સવાલ થાય છે કે લગ્ન કરવાની સાચી ઉંમર શું હોવી જોઈએ. જોકે આ સવાલનો કોઈ નિશ્ચિત જવાબ નથી, પણ લગ્નની પરિપક્વતા અને જાગળતિ દરેક વ્યક્તિમાં ઉંમર અને અનુભવ સાથે બદલાતી હોય છે.
લગ્ન માટે ઉંમરની કોઈ બાધ્યતા નથી. નુપુર થાકેપાલકર, જે સેન્ટર ફોર મેન્ટલ હેલ્થના સંસ્થાપક અને મુખ્ય નૈદાનિક મનોવૈજ્ઞાનિક છે. તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિની વ્યક્તિગત જીવનશૈલી અને નાણાકીય સ્થિતિમાં માનસિક રીતે સુધારો આવે તો તે લગ્ન માટે તૈયાર અનુભવે છે.
જે લોકો પોતાના સાથીને સમજવા માટે પરિપક્વ છે અને તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઈચ્છુક છે, તેઓ લગ્ન કરી શકે છે. તેના માટે જરૂરી છે કે, બંને પાસે એકસાથે સુંદર જીવન જીવવા માટે સંતુલિત ટાર્ગેટ હોય. આ ઉપરાંત સ્થિર સમજણ, વ્યક્તિગત ટાર્ગેટ, સમાજ સાથે રહેવાની ક્ષમતા, સંકટની સ્થિતિનું નિવારણ લાવવાની ક્ષમતા, ઈમાનદાર કામ અને સંચાર કૌશલ પણ હોવા જોઈએ. આ બધી વાતો કોઈ નિશ્ચિત ઉંમરમાં નથી હોતી. અમુક લોકો ૨૬ વર્ષ પહેલાં પરિપક્વ થઈ જાય છે, તો અમુકની ઉંમર ૩૦ વર્ષથી પણ વધારે થઈ જાય છે.
અમુક કપલ જે ૨૦ની ઉંમરમાં લગ્ન કરે છે, જે તેમના સંચાર કૌશલ્ય ખૂબ જ સારા હોય છે. આ બધું મળીને જીવનનો પાયો બનાવે છે અને જીવનના આગામી તબક્કાનો એકસાથે સામનો કરે છે. જોકે આ ઉંમરમાં તેમના પર ખુદને વિકસિત કરવા અને એક યોગ્ય કરિયર બનાવવાનું પ્રેશર પણ હોય છે. આ કારણે કયારેક કયારેક ટકરાવની સ્થિતિ પણ ઊભી થતી હોય છે. પણ જે કપલ પરિપક્વ હોય છે, આ બધાને સમજીને સફળ થાય છે.
જો લોકો ૩૦ અથવા ૪૦ વર્ષની ઉંમરમાં લગ્ન કરે છે, તો તેમની વ્યક્તિગત અને આર્થિક સ્થિતિ સારી હોય છે. તેઓ પોતાના કરિયરને સારી રીતે મેનેજ કરી શકે છે અને અનુભવની સમજ વિકસિત કરે છે. આ દરમ્યાન તેમના જીવનમાં એક સ્પષ્ટ ટાર્ગેટ હોય છે. જે લગ્નને વધારે સફળ અને સંઘર્ષ મુક્ત બનાવે છે. ખાસ કરીને ૩૦ વર્ષથી ઉપરના લોકો માનસિક અને આર્થિક રીતે સ્થિર હોય છે. જે તેમના વૈવાહિક જીવનને સરળ બનાવે છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
